આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ તારીખ ૧૭-૧૦-૨૦૨૦ને શનિવારથી થશે જે તા.૨૫-૧૦-૨૦૨૦ સુધી નવરાત્રી ચાલશે પરંતુ તા. ૨૫-૧૦-૨૦૨૦ને રવિવારે નોમતિથિ સવારે ૭.૪૨ સુધી છે. આથી દશેરા નોમ તિથિના દિવસે નવમા નોરતે મનાવાશે
જે લોકો નોરતા રહેતા હોય છે. અને નવરાત્રીનાં પૂજા પાઠ નવ દિવસ કરતા હોય છે. તેઓએ તા. ૧૭-૧૦-૨૦ થી તા.૨૫-૧૦-૨૦ સુધી નવ દિવસ પુરા નોરતા રહેવાના રહેશે અને જે લોકો પૂજા પાઠ અનુષ્ઠાન કરતા હોય છે. તેઓએ પણ નોમની તિથિ ઉધ્ધાન હોતા પૂરા નવ દિવસ ૧૭-૧૦-૨૦ થી ૨૫-૧૦-૨૦ સુધી શાસ્ત્ર અને જયોતિષ પ્રમાણે પૂજા પાઠ કરવાના નવ દિવસ પૂરા મળશે