વણજોયુ મુહૂર્ત વિજયાદશમીએ શુભકાર્ય કરવુ શ્રેષ્ઠ
આસો સુદ નોમને રવિવાર તા.૨૫/૧૦/૨૦૨૦ના દિવસે સવારે નોમ તિથિ ૭:૪૨ સુધી છે ત્યારબાદ દશમ તિથિ ચાલુ થશે. દશેરામાં ધર્મસિંધુ ગ્રંથ પ્રમાણે અપરાહન કાળનું મહત્વ વધારે છે. આમ રવિવારે બપોરે અપરાહન કાળ સમયે દશમતિથિ હોતા રવિવારે દશેરા મનાવાશે. રિવાજ પ્રમાણે રવિવારે ગરબો પધરાવાય નહીં આથી સોમવારે ગરબો પધરાવવાનો રહેશે.
વર્ષના ચાર શ્રેષ્ઠ વણજોયા મુહૂર્તના દિવસોમાં એક દિવસ એટલે દશેરાનો દિવસ. દશેરાના દિવસે કોઈપણ શુભકાર્ય કરવું ઉતમ છે. આ દિવસે શુભ કાર્ય કરવામાં મુહૂર્ત, ચંદ્રબળ જોવાની જરૂર રહેતી નથી. આ દિવસે નવી દુકાનનું મુહૂર્ત, નવા વાહનની ખરીદી, કળશ પધરાવવો, દરેક જાતના હવન, વાસ્તુ, કથા, રાંદલ, ખાતમુહૂર્ત, સોના-ચાંદીની ખરીદી કરવી વગેરે ઉત્તમ છે. આ દિવસે રામ ભગવાને બપોરે અપરાહન કાળમાં રાવણને માર્યો હતો.
આ દિવસે શળીના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. તે ઉપરાંત આ દિવસે શસ્ત્ર પુજા પણ દેવી સ્વરૂપે કરવામાં આવે છે. શસ્ત્ર પૂજા માટે શુભમુહૂર્ત અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૮ થી ૧૨:૫૪ કલાકે તેમજ પૂજા, જપ, તપની ખરીદી માટે શ્રેષ્ઠ મુહૂર્ત, સારા ચોઘડિયા પ્રમાણે, રિવાઝ પ્રમાણે ગરબો રવિવારે પધરાવાય નહીં આથી સોમવારે સવારે અમૃત ચોઘડિયામાં ૬.૪૯ થી ૮.૧૫ તથા શુભ ચોઘડિયામાં ૯.૪૦ થી ૧૧.૦૫ના સમયમાં મંદિરે ગરબો પધરાવવા જવુ.