ગુજરાતમાંથી ત્રિવેદી પરિવારો પધારશે
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડીયાણા ગામે બીરાજમાન ત્રિવેદી પરિવારના કુળદેવી શ્રી હરસિધ્ધી માતાજીના મંદિરે તા.૦૮ના રોજ દશેરાના શુભ દિને હવનનું આયોજન કરાયું છે.
હરસિધ્ધી માતાજી ચેરીટેબલ, હડીયાણાના પ્રમુખ તેજસ ત્રિવેદી જણાવે છે કે, જામનગર જિલ્લાના હડીયાણા ગામ ખાતે માં હરસિધ્ધીનું પૌરાણીક મંદિર આવેલ છે. દાલભ્ય ગૌત્ર ત્રિવેદી પરિવારોનું આ મંદિર આસનું કેન્દ્ર છે અને ત્યાં જ ત્રિવેદી પરિવારના સુરાપુરા અને સતીમાં પણ હડીયાણા ગામ ખાતે જ આવેલ છે. જ્યાં દશેરાના માતાજીનો હવન અને જ્ઞાતિ ભોજન રાખવામાં આવે છે. જેમાં સમગ્ર રાજકોટ, મોરબી, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, કચ્છ, જૂનાગઢ, પોરબંદર, આણંદ વગેરે જગ્યાએથી ત્રિવેદી પરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. આ વર્ષે તા.૦૮ને મંગળવારે શ્રી હરસિધ્ધી માતાજી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગી હવનનું આયોજન કરવામાં આવ્યું છે. હવનમાં બીડુ હોમવાનો સમય બપોરે ૧.૦ કલાકે રાખવામાં આવેલ છે અને મહાપ્રસાદ ૧.૩૦ કલાકે તો સમગ્ર ત્રિવેદી પરિવારને તથા ભક્તોને હવનનો લાભ લેવા ટ્રસ્ટીઓ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે. રાજકોટથી હડીયાણા જવા માટે સવારે ૮:૩૦ કલાકે એસ.ટી.બસ મળી શકે છે. રાજકોટથી જામનગર જતા હડીયાણા-બાલાચડી પાસે આવેલું છે. અંદાજે ૯૦ કિલોમીટર થાય છે. વધુ માહિતી માટે જીજ્ઞેશ ત્રિવેદી-મો.નં.૯૬૬૨૨ ૦૦૫૭૫ અને રાજન ત્રિવેદી મો.નં.૯૩૨૭૬ ૭૩૬૭૮ નો સંપર્ક કરવા જણાવાયું છે.