નવરાત્રી અને ખાસ કરીને દશેરાના તહેવારમાં મીઠાઈ ખાવી આરોગ્ય માટે અતિ જોખમી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના કોઠારીયા રોડ પર પ્રેમ ગૃહ ઉદ્યોગમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં હલકી ગુણવતાનો માવો, મકાઈનો લોટ અને કેમીકલ કલરનો ઉપયોગ કરી મીઠાઈ બનાવવામાં આવતી હોવાનું પકડાયું હતું. ૯૩૭ કિલો મીઠાઈનો નાશ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, દશેરાના તહેવારમાં મીઠાઈની માંગ વધુ રહેતી હોય વેપારીઓ સસ્તી મીઠાઈઓ બનાવતા હોય છે અને મોટા પ્રમાણમાં તેનો સંગ્રહ કરી રાખતા હોય છે. આજે કોઠારીયા રોડ પર રાજલક્ષ્મી સોસાયટી શેરી નં.૧૭માં નારણભાઈ ઉનડકટના પ્રેમ ગૃહ ઉદ્યોગમાં દરોડો પાડવામાં આવ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી તેઓ સસ્તા પેંડા, બરફી અને ટોપરાના લાડુ બનાવવાનું પ્રોડકશન યુનિટ ચલાવે છે. મીઠાઈઓ કાચની બરણીમાં ા.૯૦ થી ૧૦૦ના લેખે કિલો આપવામાં આવે છે. રાજકોટ શહેરના છેવાડાના વિસ્તારો અને આજુબાજુના ગામમાં મીઠાઈનું વેંચાણ કરવામાં આવે છે. આ મીઠાઈ લોકો એક નંગના લેખે ખરીદે છે. પેંડા બનાવવા માટે હલકો માવો, મકાઈનો લોટ અને કેમિકલ કલર વપરાય છે. જયારે બરફી અને ટોપરાના લોડુ બનાવવા માટે મકાઈ લોટ અને કમિકલ યુકત કલરનો વપરાશ કરવામાં આવે છે.આજે ચેકિંગ દરમિયાન ૧૯૫ કિલો દૂધના પેંડા, ૧૭૪ કિલો રવા બરફી, ૧૩૫ કિલો રવાના લાડુ, ૧૨૨ કિલો માવા બરફી, ૧૪૮ કિલો માવાના પેંડા, ૪૨ કિલો મીકસ મીઠાઈ અને ૩ કિલો કેમિકલ યુકત કલરનો સહિત ૯૩૮ કિલો મીઠાઈનો નાશ કરવામાં આવ્યો હતો. જેની બજાર કિંમત આશરે ા.૧.૩૧ લાખ જેવી થવા પામે છે. સ્થળ પરથી વાસી ફૂગ ચડેલી, અનહાઈઝેનીક કંડીશનમાં, કોથળામાં સ્ટોરેજ કરેલી, એકસ્પાયર કલરવાળી મીઠાઈઓનો જથ્થો મળી આવ્યો હતો. ગંદકી સબબ સંચાલકને નોટિસ પણ આપવામાં આવી છે.
Trending
- અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના આરોપીના તાર સુરતમાં પણ જોડાયેલા હોવાનું આવ્યું સામે
- રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને કર્યું સંબોધન
- તમને પણ વારંવાર આંગળીઓના ટચાકિયા ફોડવાની ટેવ છો તો ચેતી જજો…!
- ભારતના આદિજાતિ સમુદાયોની પ્રથમ વખતની અનેક બાબતો
- Jamnagar : ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારનો કરુણા જનક કિસ્સો
- આ ઝાડના ફળ જ નહીં, પાંદડા પણ સ્કીન અને વાળ માટે અકસીર
- ખ્યાતિ હોસ્પિટલના ડો.સંજય પટોડીયાની રાજકોટમાં હોસ્પિટલ: ઓપરેશન-ઓપીડી રદ કરાયા
- Adipur: નિર્મલ મમતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયનેમિક ફેશન શો યોજાયો