સુરેન્દ્રનગર જિલ્લા dsp મહેન્દ્રભાઈએ પણ શસ્ત્ર પૂજન કર્યું
અસત્ય પર સત્યની જીત તેમજ અધર્મ પર ધર્મની જીતના પ્રતિક રૂપે ઉજવવામાં આવતા દશેરાના તહેવારને દિવસે શસ્ત્ર પૂજાનું વિશેષ મહત્વ છે. મા દૂર્ગાના આશીર્વાદ અને તેમના તરફથી જ આપવામાં આવેલા બાણ દ્વારા ભગવાન રામે રાવણનું મોત નિપજાવ્યું હતું. આ દિવસે દશેરા હતા. તેથી આ પર્વ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે.
જે શસ્ત્રથી રામે રાવણને હણ્યો તે શસ્ત્રની પછી રામે પૂજા કરી હતી.ત્યારથી વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે.ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ દવારા શક્તિ માતાના મંદિરે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવીયો હતો.ત્યારે શસ્ત્ર પૂજન માં મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાયા હતા.
ત્યારે આજે સુરેન્દ્રનગર દલમિલ રોડ પર આવેલ શક્તિ માતા ના મંદિરે થી લાક્કીરાજ સિંહ ઝાલા અને ડો.રુદ્રસિંહ ઝાલા ની આગેવાની હેઠળ ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ બાઇક રેલી નું આયોજન કરવા માં આવીયું હતું.ત્યારે આ રેલી સુરેન્દ્રનગર ડેરી સામે આવેલ દરબાર બોડીગે પૂર્ણ કરવામાં આવી હતી.
ત્યારે આજે સુરેન્દ્રનગર માં દશેરા નિમિતે સુરેન્દ્રનગર જિલક ની બજારો માં જલેબી ફાફડા અને ચોલાફળી લેવા માં સુરેન્દ્રનગર ની જનતા એ પડા પડી કરી હતી.ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા માં દશેરા ની પણ ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે આજે સાંજે વિશ્વ હિન્દુ પરિષદ દવારા સુરેન્દ્રનગર જિલ્લાના મેલાના મેદાનમાં સાંજે 7 વાગ્યે રાવણ દહનનો પણ કાર્યક્રમ રાખવા માં આવીયો હતો .જેમાં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા.