કુદરતના સાનિઘ્યમાં અત્યાધુનિક નેચરોથેરાપી સેન્ટરની સંકલ્પના થઈ રહી છે સાકાર
રાજકોટથી માત્ર ૩૦ મિનિટના અંતરે પ્રકૃતિના ખોળે આપોઆપ સાજા થઈ જવાય એવા કુદરતના સાનિઘ્યમાં અત્યાધુનિક સુવિધાસભર નેચરોથેરાપી સેન્ટર દુધેશ્વર નેચરલ એન્ડ હેલ્થ રિસોર્ટની સંકલ્પના સાકાર થઈ રહી છે. તેમજ ૧૮ એકરની જગ્યામાં પાંગરેલું આ નેચરોથેરાપી સેન્ટરની મુલાકાત લેવી જરૂરી બને એવી અત્યાધુનિક સુવિધા તેમજ આયુર્વેદ અને નેચરોથેરાપીના સમન્વય સાથે આ નવલું નજરાણું રાજકોટની પ્રજાને મળેલ છે. દુધેશ્વર નેચરલ એન્ડ હેલ્થ રિસોર્ટ દર્દીઓના આરોગ્યને નવીન ઉર્જા આપવા કટીબઘ્ધ થયેલ છે. ડુંગરો, નદીઓ તેમજ પ્રદુષણ મુકત કુદરતી આબોહવા લીલોતરીને વરેલ સુંદર રમણીય સ્થળ પર આકાર પામતું દુધેશ્વર નેચરલ હેલ્થ સેન્ટરની રાજકોટની સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આશીર્વાદરૂપ બની રહેશે.
દુધેશ્વર નેચરલ હેલ્થ સેન્ટરની સીટી ઓફિસ પંચવટી મેઈન રોડ પર ઓર્ગેનિક મોલમાં શરૂ કરવામાં આવી રહેલ છે. આ મામલે માધવ જશાપરાએ કહ્યું હતું કે, ઓર્ગેનીક મોલ, દુધેશ્વર નેચરલ સેન્ટરનું સીટી ઓફિસ ઈન્ચાર્જ છું. અહીંથી આપણે રાજકોટની અંદર જેટલા લોકો છે જે ભી સારા લોકોને સીટી ઓફિસમાં જ માહિતી મળી રહે તેના માટે આપણે રાજકોટ ખાત ઓર્ગેનીક મોલની અંદર દુધેશ્વરની સીટી ઓફિસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે થોડી આપને માહિતી આપું કે સીટી ઓફિસનું કાર્ય શું રહેશે ? જેની અંદર અમે જે અલગ અલગ પ્રકારની મેમ્બરશીપ રાખી છે.
જે મેમ્બરશીપની અંદર ૧,૩૫,૦૦૦, ૧,૬૦,૦૦૦, ૨,૨૦,૦૦૦ રૂપિયાની ત્રણ અલગ-અલગ મેમ્બરશીપ રાખેલ છે. આ મેમ્બરશીપની અંદર ૨૫ વર્ષ સુધી અમે દર વર્ષે દસ-દસ દિવસ આ મેમ્બરશીપ આપવાના છીએ. જેનો લાભ લેવા ઈચ્છતા હોય તેની બધી માહિતી રાજકોટ ઓફિસથી મળી રહેશે. મેમ્બરશીપ બુકિંગ અહીંથી થઈ શકશે અને આવતા દિવસમાં દરરોજ સાંજે ૪ થી ૫ વાગ્યાની વચ્ચે એક બસ અહીંથી લઈને જશુ અને અમારા નેચરોપેથી સેન્ટર પર વિઝીટ કરાવશું અને જે કોઈની માહિતી અને રૂબરૂ વિઝીટ માટેનું આ એક પોઈન્ટ રહેશે.
જે અત્યારે લોકોને આપી શકતા હોય એને બેસ્ટ મેમ્બરશીપની સાથે ઓફર આપે છે અને તેને ઈન્ડિવિઝયુઅલ દિવસ વાઈઝ સારા ભાવ આપે છે. રોગ વાઈઝ જુદા-જુદા જે રોગો છે એ રોગ મુજબની માહિતીની સાથે કેટલા દિવસની ટ્રીટમેન્ટ હોય તેને ટ્રીટમેન્ટ મુજબ આપે છે. જેભી લોકો આવશે તેને સામાન્ય રીતે જણાવું તો આપને બ્રોસર આપ્યું છે. જે મેમ્બર બને છે તો ૫ લાખથી લઈ ૧૦ લાખ રૂપિયા સુધીનો બેનીફીટ થાય છે અને મેમ્બરશીપ શું કામ લેવી જોઈએ. કારણકે એ એક આવતા દિવસોની બહુ જરૂરી ઈન્ફોર્મેશન છે લેવા માટે અને નેચરની સાથે રહેવા માટે.