તા. ૬-૨ થી ૧૧-૨ સુધી ભવ્ય ધર્મોત્સવ: ૧ લાખથી વધુ શ્રઘ્ઘાળુઓ ઉમટી પડશે: છેલ્લા એક વર્ષથી કાશીના વિદ્વાન બ્રાહ્મણો અને આચાર્યો દ્વારા કરોડો મંત્રોચ્ચારથી દાણીધાર ધામ ગુંજી રહ્યું છે
ભારત વર્ષમાં સતત બીજી વખત દાણીધાર ધામમાં તા. ૫-૨-૧૮ થી ૩૬૫ દિવસ વિષ્ણુ સવંતસર મહાયજ્ઞ હાલ પુર્ણતાને આરે છે. કાશીના વિદ્વાન ૧૩ બ્રાહ્મણો અને આચાર્યો દ્વારા કરોડો મંત્રોચાર થી દાણીધાર ધામ ગુંજી રહ્યુ છે. તા. ૧૦-૨-૨૦૧૯ ના વિષ્ણુ સવંતસર યજ્ઞનું પુર્ણાહુતિ છે. જેમાં ૩૬૫ દિવસ યજ્ઞમાં બેસેલા યજમાનો દ્વારા બીડુ હોમવામાં આવશે.
તા. ૬,૭ અને ૮ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ ઉપવાસી બાપુની મર્તિ પ્રસિષ્ઠા ના કાર્યના ભાગરુપે પ૧ કુંડી હવનનું આયોજન કરવામાં આવેુલ હોય દાણીદાર ધામના તમામ સેવકોએ દર્શનનો લાભ લેવો. તેમજ સેવકોએ સેવામાં જોડાઇ જવું.
તા. ૧૦-ર-૧૯ ના રોજ ગધેથડ ગાયત્રી વાળા પ.પૂ. સંત હાલ બાપુ પધારશે તેમજ બપોરે ર થી ૫ સત્સંગ સભા થકી દાણીધાર ધામના સેવકોને ધર્મ પ્રવચન આપશે.
સૌરાષ્ટ્રએ સંતો મહાત્માઓ અને અનેક વીરોની જન્મભૂમી અને વિહાર ધામ છે. જે પૈકી જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં ગુર્જર રાજપુત ક્ષત્રીય ચૌહાણ કુટુંબ કુટુંબમાં જન્મ ધારણ કરેલ એવા એક પ્રાંત સ્મરણિય મહાસિઘ્ધ મહાત્મા નાથજીદાદાનું દાણીધારે બેસણું છે. અહિંસા તેમની ચૈતન્ય સમાધિ આવેલી છે.
બેસણું બનાવી ધર્મની ધજા ફરમાવી છે. તેમજ ભાતીગળ ઇતિહાસનું સર્જન કર્યુ છે. કુદરતી સૌદર્યથી ભરપુર એવી આ જગ્યા સૌના મનને શાંતિ આપે છે.
લોકવાયકા મુજબ પ્રાચીનકાળમાં આ જગ્યાએ એક ઋષિનો ગંગોત્રી નામે આશ્રમ હતો. કહેવાય છે કે બાજુમાં આવેલ બામણ ગામના બ્રાહ્મણોને બે રાક્ષસો ખુબ જ ત્રાસ આપતા અને સાંજે દરીયામાં છુપાઇ જતા હતા. એકવાર અગત્સ્યમુનિ ગંગોત્રી આશ્રમે મહેમાન બન્યા હતા. તેઓએ આ રાક્ષસોની પરેશાનીની વાત સાંભળીને દરીયાનું પાણી સોસી લીધું અને દરીયાને છેક હાલના જામનગર સુધી ખાલી કરી નાખ્યો અને બ્રાહ્મણોની રક્ષા કરી હતી. વિક્રમ સંવત ૧૬૩૪ ની આસપાસ અહીં નાથજી દાદાએ પોતાના ગુરુ પ્યારેરામજીબાપુના આદેશથી જગ્યા સ્થાયપી હતી. તેઓએ અહીંથી પસાર થતા વટેમાર્ગુઓ અને ગીરનાર જુનાગઢથી દ્વારકા યાત્રાએ જતા સાધુ-સંતોને રહેવા-જમવાની સગવળતા કરી હતી. પાણીના પરબ બંધાવ્યા હતા. તેઓ આજુબાજુના ગામોમાં પગે ચાલીને કાવડમાં રોટલા ઉધરાવવા જતા અને અતિથિઓની સેવા કરતા હતા. દાદાની આ સેવા ભકિતની કિર્તી દુર દુર સુધી ફેલાઇ ગઇ હતી. દાણીધારીયા શાખના માર્ગી સાધુઓનું ઉદગમ સ્થાન પણ દાણીધારની આ જગ્યા છે. તેઓની અટક ગુરુ શ્રી ૧૦૦૮ શ્રી રામલખનદાસજી ગોવિંદદાસજી મહારાજ પાસેથી પ્રેરણા લઇને ૧૦૦૮ શ્રી ચત્રભુજદાસજી (ઉપવાસીબાપુ) ગુરુશ્રી ૧૦૦૮રામલખનદાસજી મહારાજએ આ યજ્ઞનું આયોજન તેમજ સંચાલન કરેલ. આ યજ્ઞ પ્રારંભ વિક્રમ સવંન ૨૦૬૨ મહા સુદ પંચમી તા. ૨-૦૨-૨૦૧૯ ગુરુવારના શુભ દિવસે ગુજરાત તથા ભારત દેશના ઘણા બધા સંતો અને મહંતોની હાજરીમાં થયો હતો. આ યજ્ઞમાં અઢાર બ્રાહ્મણો તથા યજમાન દંપતિ દ્વારા પુજન અર્ચન અને હોમ હવન થતો. દરરોજ ત્રણ પ્રહરો (સવાર, બપોર અને હોમાત્મક વિધી) થઇ હતી. આવી રીતે એક વર્ષ દરમિયાન અઢાર કરોડ પ્રણવ જપ મંત્ર થયેલ હતાં. તેમજ વૈદિક રૂચાઓથી હોમ હવન થતો તેમાં ખાખરો, લીલા વૃક્ષ કાષ્ટ સાથે ઘી, તેલ અને જવ યુકત આહુતિઓ દરરોજ અપાતી હતી.
આ યજ્ઞ દરમિયાન શ્રી નાથજીદાદાનું નુતન મંદીર બાંધવામાં આવ્યું હતું. આ યજ્ઞની પુર્ણાહુતિ તા. ૨-૨-૨૦૦૭ ના રોજ કરવામાં આવી હતી. આવી રીતે ૩૬૫ દિવસ સતત વિષ્ણુ સંવત્સર મહાયજ્ઞ આપતા ભાર વર્ષના ઇતિહમાસમાં બહુ જ ઓછા થયેલ છે.
દાણીદાર ધામની અનાદિકાળથી ચાલી આવતી પરંપરા મુજબ ૩૬૫ દિવસ રહેવા-જમવા ચા, પાણીની વ્યવસ્થા સાથે સ્વયમ શિસ્ત, સેવા થાય છે. બહેનો માટે અલગથી સુવા બેસવાની વ્યવસ્થા કરવામાં આવે છે. રાજકોટ તેમજ કાલાવડથી દાણીધાર ધામની એસ.ટી. બસ સેવા પણ મળી રહે છે.