રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની સતત રજૂઆતના ફળ સ્વરૂપ મુંબઈ -અમદાવાદ વચ્ચે શરૂ કરાયેલ દુરન્ટો એકસપ્રેસ ટ્રેન કાયમી ધોરણે રાજકોટ સુધી લંબાવવાનો નિર્ણય રેલવે મંત્રાલયે કર્યો અને ટુંક સમયમાં સૌરાષ્ટ્રના મુસાફરોને આ સુવિધા ઉપલબ્ધ બનશે.
રાજકોટ ચેમ્બરે ૨૦૧૭માં તે સમયના રેલવે મંત્રી સુરેશ પ્રભુની મુલાકાત લઈ દુરન્ટો એકસપ્રેસ સહિત રેલવેના વિવિધ પ્રશ્ર્નો રજૂ કર્યા બાદ તાજેતરમાં પ્રમુખ શિવલાલભાઈ બારસીયા, મંત્રી વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, કારોબારી સભ્ય જીતુભાઈ અદાણી નવી દિલ્હી ખાતે રેલવે મંત્રી પીયુષ ગોયેલને રૂબરૂ મળી રાજકોટ-સૌરાષ્ટ્રના રેલવેના પ્રશ્ર્નોની રજૂઆત કરી હતી.
જેમાં દૂરન્ટો એકસપ્રેસ ને રાજકોટ સુધી લંબાવવા અને સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચેનો ડબલ ટ્રેક પ્રોજેકટ જે મંદગતીએ ચાલી રહ્યો છે તેને તુરત પૂર્ણ કરવા ભારપૂર્વક રજૂઆત કરાઈ હતી ચેમ્બરની આ રજૂઆતમાં સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાએ સાથે રહ્યા હતા.
રાજકોટ ચેમ્બરની રજૂઆતને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. દુરન્ટો એકસપ્રેસ રાજકોટ સુધી લંબાવવામાં આવતા સૌરાષ્ટ્રના મુસાફરોને મુંબઈ જવા આવવા એક આધુનિક ટ્રેન સુવિધા મળશે.તેમ રાજકોટ ચેમ્બરના પ્રમુખ શિવલાલભાઈ બારસીયા અને મંત્રી વી.પી. વૈષ્ણવની યાદીમાં જણાવાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com