મહિલાઓ માટે સજીવની સમાન અભયમ્ની ટીમ ૨૩૭૬ સ્થળોએ રૂબરૂ પહોંચી: મહિલાઓની સુરક્ષા માટે સ્ટાફ રહે છે ખડેપગે
રાજ્યભરની જેમ જામનગર જિલ્લામા પણ મહિલાઓની સલામતી માટે ૧૮૧ અભયમ હેલ્પવાન સતત દોડતા રહે છે અને બાળાઓ,તરૂણીઓ,યુવતિઓ,મહિલાઓ,વૃદ્ધાઓને મદદ કરવા તત્પર રહે છે .વિનામુલ્યે અપાતી આ સેવાનો લાભ લેવા જામનગર જિલ્લામા એક વર્ષમા ૮૮૭૯ કોલ્સ આવ્યા જેમા ૨૩૭૬ સ્થળોએ હેલ્પવાન સ્થળ ઉપર પહોંચવાની જરૂર લાગતા તાબડતોબ પહોંચ્યા છે.આ સેવા માટેના સ્ટેટ ચીફ ઓપરેટીંગ જશવંત પ્રજાપતિએ જણાવ્યુ કે આ સેવા મહિલા સશક્તિકરણ ની દિશામા મહત્વની પહેલ છે અને બહેનો નો વિશ્વાસ પ્રતિપાદીત કર્યો છે એટલુ જ નહી આદર્શ સેવા બની રહી છે. જે ૮ માર્ચ ૨૦૧૫થી રાજ્યમા કાર્યરત છે અને રાજ્યમા છેલ્લા વર્ષ મા મહિલાઓના મદદ,માહિતિ,કાનુની સલાહ અને બચાવ માટે ૩૪૯૭૫૨ કોલ્સ એટેન્ડ કર્યા છે અને ૭૨૧૦૦ સ્થળોએ બહેનો ની મદદ માટે વેન તાત્કાલિક પહોંચ્યા છે.
સૌરાષ્ટ્ર કચ્છ કો ઓર્ડીનેટર તુષાર બાવરવાના જણાવ્યા મુજબ બહેનો માટે ઘરેલુ હિંસા,જનરલ માહિતિ,પાડોશીની સમસ્યા ,નશો કરી થતી પજવણી,૧૮૧ વિશે માહિતિ,બિન જરૂરી ફોન થી પજવણી,કાનુની સલાહ,ચિંતા,માનસીક તણાવ,લગ્નેતર સંબંધોથી વિવાદ,ઘરમાંથી કાઢી મુકવા,ધમકીઓ, છેડતી, અન્ય વિષયો વગેરે માટે મદદ અને માહિતી માટે ૧૮૧ નંબર ઉપર કોલ્સ આવતા હોય છે જેમા ફોન ઉપર સમજાવી શકાય તેમને ફોનથી સંપુર્ણ માહિતિ અપાય છે અને બહેનો ને બચાવવા સલામતી અને રક્ષણ પુરૂ પાડવા વેન તુરંત સ્થળ ઉપર દોડી જાય છે જેમા એક નિષ્ણાંત કાઉન્સેલર,એક કોન્સ્ટેબલ અને પાયલોટ હોય છે તેમજ જરૂર મુજબ ૧૦૮,૧૦૦,૧૦૯૧ વગેરે હેલ્પલાઇન સાથે સંકલન કરાય છે.જામનગરના નિષ્ણાંત કાઉન્સેલર ચાંદની જોશી ના જણાવ્યા મુજબ જિલ્લામા અનેક બહેનો ને ઘરેલુ હિંસાથી બચાવવા,સલામતી પુરી પાડવા,બાળ લગ્ન અટકાવવા, વિખુટા પડેલા બાળા વૃદ્ધા વગેરે ને પરિવાર સાથે મિલન કરાવવા,આપઘાત વગેરે જેવા નબળા વિચાર અને ચિંતામાંથી બહાર લાવવા સમજણ કાનુની સલાહ અને સલામતી માટે છેલ્લા એકજ વર્ષ મા ૮૮૭૯ કોલ્સ એડેન્ડ કરાયા અને ૨૩૭૬ સ્થળોએ હેલ્પવાન રૂબરૂ પહોંચ્યુ છે.