છેલ્લા 4 વર્ષથી રેસકોર્સ ખાતે ફન સ્ટ્રીટ સફળતાપૂર્વક ચાલી રહી છે જેમાં દર રવિવારે સવારે 7 થી 9 દરમિયાન બે થી ચાર હજાર લોકો આ ફન સ્ટ્રીટનો આનંદ માણવા ઉમટી પડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસુ વેકેશન પડવાનું હોય રવિવારના રોજ ફન સ્ટ્રીટનો ચોમાસુ વેકેશન પહેલાનો છેલ્લો રવિવાર હોય જેનો આનંદ ઉઠાવવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં આશરે 4 લાખ જેટલા લોકો એ ફન સ્ટ્રીટનો આનંદ માણ્યો છે. આ ફન સ્ટ્રીટમાં વિસરાય ગયેલી અનેક રમતો સાથે હાલની રમતોનો આનંદ માણતા હજારો લોકો આ ફન સ્ટ્રીટમાં જોવા મળી રહ્યાં છે. આ રમતોમાં મ્યુઝીકલ ચેર, કોથડા દોડ, લીબુ ચમચી, ભમરડા, માર્બલ, રૂમાલ દાવ, ઈંડા ચોર, સાપ સીડી, લૂડો, બાળકોનું ક્રિકેટ, કેરમ, ચેસ, ગરબા, ડાંસ, માટીના વાસણો બનાવાનો લાઈવ ચાકડો, ચોકડી, મીંડી, સેલ્ફી કોર્નર વગેરે અનેક રમતોનું આનંદ માણવા અનુરોધ છે.








