- ધો.10-12 ની પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ન ફસાય તેવી શ્રેષ્ઠ વ્યવસ્થા કરાઇ
- ટ્રાફિક નિયમન માટે યોગ્ય ડિપ્લોયમેન્ટ રાખવામાં આવશે
- કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ તો સરકારી વાહન મારફતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડાશે
ધોરણ 10 અને 12 ની પરીક્ષાને લઈને કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ન ફસાય તે માટે જરૂરી આયોજનો સુરત ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં પરીક્ષા શરૂ થવા તેમજ પરીક્ષાર્થીઓના છૂટવાના સમયે ટ્રાફિક શાખાનાં અધિકારીઓ પોત-પોતાના વિસ્તારમાં હાજર રહી પેટ્રોલિંગ કરશે. જે જગ્યાએ ટ્રાફિક થવાની શક્યતા હોય, તે જગ્યાએ ટ્રાફિક નિયમન માટે યોગ્ય ડિપ્લોયમેન્ટ રાખવામાં આવશે. ટ્રાફિક શાખાનો તમામ રીજીયન વિસ્તારના સર્કલ કે સેમી સર્કલ ઇન્ચાર્જની ટીમ ઉપરાંત સરકારી મોટર-સાયકલ સાથે રીજીયન-વાઇઝ 5 ટીમો ની ફાળવણી કરવામાં આવી છે. તે ટીમો દ્વારા જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાઈ ગયેલા હોય, તો તેને સરકારી વાહન કે મોટર-સાયકલ ઉપર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરવામાં આવશે.
અનુસાર માહિતી મુજબ, ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ન ફસાય તે માટે જરૂરી આયોજનો ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં પરીક્ષા શરૂ થવા તેમજ પરીક્ષાર્થીઓના છૂટવાના સમયે ટ્રાફિક શાખાનાં અધિકારીઓ પોત-પોતાના વિસ્તારમાં હાજર રહી પેટ્રોલિંગ કરશે. જે જગ્યાએ ટ્રાફિક થવાની શક્યતા હોય, તે જગ્યાએ ટ્રાફિક નિયમન માટે યોગ્ય ડિપ્લોયમેન્ટ રાખવામાં આવશે.આ ઉપરાંત ટ્રાફિક શાખાનો તમામ રીજીયન વિસ્તારના સર્કલ / સેમી સર્કલ ઇન્ચાર્જની ટીમ ઉપરાંત સરકારી મોટર-સાયકલ સાથે રીજીયન-વાઇઝ 5 ટીમોની ફાળવણી કરવામાં આવી છે. તેમજ તે ટીમો દ્વારા જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાઈ ગયેલા હોય, તો તેને સરકારી વાહન / મોટર-સાયકલ ઉપર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરવામાં આવશે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય