૪ એ.કે. ૫૬, મેગઝીન અને હેન્ડ ગ્રેનેડ મળ્યા
જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન પૂચ એસઓજી અને આસામ રાઇફલની ટુકડીને હથિયારો અને દારૂગોળાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
કેટલાક હથિયારો અને દારૂગોળોનો જથ્થો પૂંચ જિલ્લાના સંતાડાયાની હોવાની ચોકકસ બાતમીના આધારે પૂંચ એસઓજી અને ૧૦ આસામ રાઇફલ્સની ટીમે તા.૮ ના રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ ઓપરેશન દરમિયાન પૂંચ જિલ્લાના કિરની પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી હથિયારો તથા દારૂગોળો મળી આવ્યો હોવાનું પોલીસ પ્રવકતાએ જણાવાયું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન એક મોટી શિલા નીચેથી એક મોટી બેગ મળી આવી હતી. આ બેગમાંથી ચાર એ.કે. ૫૬ રાઇફલ, ૪ એક મેગેઝીન ૧૪૧ એકે રાઉન્ડ બે એજીએલ ગ્રેનેડસ અને હાથ બોંબનો જથ્થો મળી આવ્યો હોવાનું સૂત્રોએ જણાવાયું હતું. સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ હથિયારો દારૂગોળાનો આ જથ્થો કાશ્મીર ખીણમાં લશ્કરએ તોઇબા આતંકીઓને પોતાની ગતિવિધિ તે જ કરવા માટે મોકલવા માટેનો હતો તેમ પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે. આ અંગે પૂંચ પોલીસ મથકમાં ફરીયાદ કરવામાં આવી છે. અને તપાસ માટે સલામતિ એજન્સીઓને માહીતી આપવામાં આવી છે તેમ સૂત્રોએ જણાવાયું હતું.