પીજીવીસીએલ દ્વારા કોર્પોેરેટ ઓફીસ ખાતે ૧ જુનથી રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રમ કાર્યરત કરવામાં આવ્યો છે. સમગ્ર ચોમાસા દરમિયાન ર૪ કલાક સુધી આ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. આવી જ રીતે દરેક સર્કલ ઓફીસમાં પણ કંટ્રોલ રૂમ શરુ કરાયા છે. જે તે વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય બનાવો બને તો અધિકારીઓ અને કર્મચારીઓ સંકલન કરી એકબીજાનાં વિસ્તારની માહીતી મેળવશે તેમજ કામગીરીનું મુલ્યાંકન કરશે.
વીજ ગ્રાહકોને થતી સમસ્યા તેમજ વીજ પુરવઠામાં સર્જાયેલ ક્ષતી વિશે તંત્રને માહીતી મળી શકે અને તે પ્રશ્ર્નનો તાત્કાલીક નિકાલ થસ શકે તેવા હેતુથી ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરુ કરવામાં આવ્યો છે. વીજળીને લગતી સમસ્યા હોય તો ગ્રાહકોએ ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૩ અથવા ૧૯૧૨૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે આ ઉ૫રાંત ૨૫૦ જેટલા પેટા વિભાગીય કેન્દ્રોને માત્ર ઇન્કમીંગ સુવિધા વાળો મોબાઇલ અપાયો છે. આ નંબર દરેક ગ્રાહકોના વીજ બીલ પર પણ આપેલ છે સાથે ગ્રામ પંચાયતોમાં પણ નોંધાવેલ છે.