- ખેતી નિયામકની કચેરીએ હીટવેવ સંદર્ભે સાવચેતીના પગલાં સૂચવ્યા
ઉનાળો શરૂ થઈ ગયો છે. તાપમાન દિવસેને દિવસે વધી રહ્યું છે. લોકો ગરમીનો સામનો કરી રહ્યાં છે. ગરમીની અસર ખેતી પર પણ થતી હોય છે. હીટવેવ દરમિયાન પાક બળી પણ જતો હોય છે. તેવામાં ખેડૂતોએ પોતાના પાકનું ધ્યાન રાખવા માટે સાવચેતી રાખવાની જરૂર પડે છે. ઘણી જગ્યાએ ઉનાળામાં પિયત માટે પાણી પણની પણ સમસ્યા જોવા મળે છે. તેવામાં ખેતી નિયામક કચેરીએ ઉનાળામાં પાકની સારસંભાળ રાખવા માટે ખેડૂતોને કેટલાક સૂચનો આપ્યા છે.
હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂરી રાખવી:
ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું.
વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું.
જમીનમાં ભેજનુ પ્રમાણ જાળવી રાખવા પાકનાં અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું.
ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો.
પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું.
બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી.
પશુઓને છાંયડામાં રાખવાં તેમજ પીવાં માટે વારંવાર ચોખ્ખુ અને ઠંડું પાણી આપવું.
પશુઓને ખોરાકમાં લીલું ઘાસ તેમજ ખનીજ દ્રવ્યયુક્ત આહાર આપવો અને ઓછી ગરમીનાં કલાકોમાં જ ચરાવવા માટે લઈ જવાં.
બપોરના સમયે દુધાળા પશુઓને ચરાવવા તેમજ ખોરાક આપવો નહીં.