બ્રાહ્મણોના હૃદય કમળ સમાન દેવાધિદેવ મહાદેવજીના શિવરાત્રી પર્વની સંસ્કારીતા સાથે ઉજવણી માટે તમામ ભુદેવોની એક ચિંતન બેઠક સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ દિનેશભાઈ જોષી, જીલ્લા મહિલા પ્રમુખ કિર્તીદાબેન ઉપાધ્યાય, બ્રહ્મ વિકાસ પરીષદના પ્રમુખ સંદિપભાઈ ખેતિયા સમાજના શ્રેષ્ઠીઓ, દિલીપભાઈ એડવોકેટ, મુકેશભાઈ જાની, શંકરભાઈ ઠાકર, અમિતભાઈ શુકલના માર્ગદર્શન હેઠળ મળી હતી.

જેમાં ત્યાગીને ભોગવી જાણું આ હકિકતને ખરાઅર્થમાં ચરિતાર્થ કરનારા ભગવાન શિવજીના જીવન સંદેશને ખરા અર્થમાં સાર્થક કરવા શિવરાત્રી પર્વ પર આ પ્રમાણે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિવરાત્રી પર્વના રાત્રીના ચાર પ્રહર દરમ્યાન શિવભકતો દ્વારા જે જાગરણ કરવામાં આવે છે જે ચાર પ્રહર દરમ્યાન બીજા પ્રહરના રાત્રે બાર વાગ્યાથી ભુદેવો ભાઈ-બહેનો દ્વારા આપણા વીર જવાનો સૈનિકોની રક્ષા માટે શરણેશ્વર મહાદેવના મંદિરે શિવ સાનિઘ્યમાં મંત્ર જાપ કરશે અને આ જાપનું પુણ્ય વિધિવત સંકલ્પ દ્વારા જવાનોની રક્ષા માટે સમર્પિત કરવામાં આવશે. ઉપરાંત સાંજે સાડા સાત વાગ્યે બ્રહ્મ વિકાસ પરીષદ દ્વારા મહાઆરતી કરવામાં આવશે. આ પ્રમાણે બ્રહ્મ સમાજ યુવા પાંખની યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.