અનુસ્નાતક કક્ષાની પરીક્ષામાં વિવિધ જગ્યાએથી વિદ્યાર્થીઓ આવવાના હોવાથી ડો. નિદત બારોટની માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં વિવિધ કોલેજોમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ લેવાનું નકકી કરવામાં આવેલ છે. ત્યારે હાલની કોરોના સંક્રમણની પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને પરીક્ષામાં કાર્યરત તમામ કર્મચારી ગણને કોરોના વોરિયરનો લાભ આપવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. નિદત બારોટએ સૌરાષ્ટ્ર યુનિ.ને રજુઆત કરી છે.
સૌરાષ્ટ્ર યુનિ. પણ પરીક્ષા લેવા તત્પર હોય ત્યારે આ પરીક્ષામાં કાર્યરત આચાર્યો, અઘ્યાપકો અને વહીવટી કર્મચારીઓને પણ કોરોના વોરીયરને મળતા તમામ પ્રકારના લાભ અને સુવિધા સૌરાષ્ટ્ર યુનિ.એ પુરી પાડવી જોઇએ.
પરીક્ષાના સ્થળ ઉપર જુદી જુદી જગ્યાએથી વિઘાર્થીઓ આવવાના હોવાથી પરીક્ષામાં કાર્યરત જુનીયર સુપરવાઇઝર, સીનીયર સુપરવાઇઝર, અઘ્યાપકો, અઘ્યાપકો અને વહીવટી કામ સંભાળતા તમામ લોકો માટે સ્વાસ્થ્યનું જોખમ ઉભુ થવાની પુરી સંભાવના છે.
વિઘાર્થીઓ પોતાના ઘરેથી બસ અથવા અન્ય વાહનો મારફતે આવતા હોય ત્યારે પરીક્ષા માટે સેવા બજાવવા નીકળેલા યુનિ.ના કર્મચારીઓના સ્વાસ્થ્યની જવાબદારી આપણી કહેવાય આમ પણ યુનિવસિટીના સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સ નીકળેલા પરીક્ષાની કામગીરી સંભાળતા કર્મચારીઓ પરીક્ષા દરમિયાન આપોઆપ યુનિવર્સિટીના કર્મચારીઓ ગણાય છે.
અઘ્યાપકો અને વહીવટી કર્મચારીઓનો કોરોના સુરક્ષા કવચ લેવું જોઇએ. આ ઉપરાંત કઇ દુ:ખદ પ્રસંગ બને તો તેમને રપ લાખનું વળતર જે રાજય સરકાર જાહેર કર્યુ છે તે પ્રમાણ યુનિવર્સિટીએ પણ જાહેર કરવું જોઇએ તેવી માંગકરવામાં આવી છે.