ગયા વર્ષે ગુજરાતમાં એકપણ ગ્રહણ દેખાયેલું ન હતું. આ વર્ષે પણ વર્ષેના અંતે એક ગ્રહણ દેખાશે.સંવત 2077 ની વર્ષમાં એકપણ ગ્રહણ ગુજરાતમાં દેખાયેલ ન હતું. આ વર્ષે વર્ષના અંતિમ દિવસે માત્ર એક ગ્રહણ દેખાશેસંવત 2078 ના આખા વર્ષ દરમ્યાન પાચ ગ્રહણ થવાના છે તેમાં ભારતમાં માત્ર એક જ દેખાશે અને તે પણ વર્ષના અંતે તારીખ 25-10-2022 ના દિવસે આ વર્ષે દિવાળી તા. 24-10-2022 ના મનાવાની રહેશે.
પરંતુ તેના બીજા દિવસે એટલે કે ધોકાના દિવસે તા. 25-10-2022 ના સૂર્ય ગ્રહણ ભારતમા ગુજરાતમાં દેખાશે જે ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે.ગ્રહણોની વિગત જોઇએ તો કારતક સુદ પુનમને શુક્રવાર તા. 19-11-2021 ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું નથી. કારતક વદ અમાસને શનિવાર તા. 4-12-2021 સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું નથી.
ચૈત્ર વદ અમાસને શનિવાર તા. 30-4-22 સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. ધાર્મિક દ્રષ્ટિએ પાળવાની જરુર નથી.વૈશાખ સુદ પુનમ ને સોમવાર તા. 16-5-22 ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું નથી.આસો વદ અમાસને મંગળવાર તા. 25-10-22 સૂર્ય ગ્રહણ તુલા રાશીમાં ભારતમાં ગુજરાતમાં દેખાશે ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે નહી તેમ શાસ્ત્રી રાજદીપ જોષીની એક યાદીમાં જણાવાયું છે.