દિવાળીમાં યાત્રીઓની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખી પશ્ર્ચિમ રેલવે દ્વારા ઓખા બ્રાંદ્રા વચ્ચે ટ્રેનના વધુ ૮ ફેરા કરવામાં આવશે.
ઓખા બાંદ્રા ટર્મિનસ ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેન નં. ૦૯૫૬/૦૯૫૬૧ વધુ ૮ ફેરા કરશે જો કે તેનું ભાડુ પણ અન્ય ટ્રેનની સરખામણીમાં અલગ રહેશે ઓખાતી દર મંગળવારે ૫ વાગ્યે ઉપડતી અને તેજ દિવસે રાજકોટ રાત્રે ૯.૧૭ વાગ્યે પહોચતી તથા પછીનાદિવસે ૧૦.૧૫ વાગે બાંદ્રા ટર્મિનસ પહોતી હતી. આ ટ્રેન ૩૧ ઓકટોબરથી ૨૧ નવેમ્બર ૨૦૧૮ સુધી ચાલશે.
આ ઉપરાંત પરત ફરતી ટ્રેન નં. ૦૯૫૬૧ બાંદ્રા ટર્મિનસ ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેન બાંદ્રા ટર્મિનસથીબુધવારે ૧૧.૫૫ વાગ્યે પ્રસ્થાન કરશે અને રાજકોટ પછી દિવસે બપોરે ૧૨.૨૫ વાગ્યે તથા ઓખા ૫.૩૫ પહોચશે. આ ટ્રેન ૩૦ ઓકટોબરથી ૨૦ નવેમ્બર સુધી ચાલશે.
આ ટ્રેનમાં ૨ ટાયર એ ૩ ટાયર એસી, સ્લીપર કોચ તથા દ્વિતિય શ્રેણીના જનરલ ડબ્બા હશે.
આ ટ્રેન યાત્રા દરમિયાન બોરીવલી, વાપી, સૂરત, વડોદરા આણંદ, નડીયાદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા તથા દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.