જામનગર મહાનગર પાલિકાનાં સોલીડ વેસ્ટ અધિકારીઓની ચેકિંગ ટુકડી દ્વારા ગઈકાલે ચાના કપ, પાણીનાં પાઉચ અને પ્લાસ્ટિકનો જથ્થો કબજે કર્યો
જામનગરમાં હલકી ગુણવતાનાં પ્લાસ્ટિક તેમજ પાણીનાં પાઉચના વેચાણ વપરાશ ઉપર મ્યુનિ. કમિશ્નર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.
બંને પ્રતિબંધીત જાહેરનામાની અમલવારી માટે સોલીડ વેસ્ટ વિભાગની ટુકડી દ્વારા ચેકીંગ કામગીરી કરવામાં આવી રહી છે.
ગઈકાલે શહેરનાં વામ્બે આવાસ માર્ગ, અનુપમ સિનેમા, લીમડા લાઈન, સુભાષ બ્રીજ, ગુલાબનગર મેઈન રોડ સહિતનાં વિસ્તારોમાં ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. આ દરમ્યાન ૩૨૫૦ નંગ ચા ના કપ, ૨૨૦૦ નંગ પાણીનાં પાઉચ, અને ૨૫ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આમ સતત બીજા દિવસે કડક કાર્યવાહી કરવામાં આવ્યા પછી આજે પણ આ કાર્યવાહી યથાવત રીતે ચાલુ રાખવામાં આવી હતી.