નવરાત્રીએ હિંદુઓ માટેનો ખૂબ જ શુભ તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર નવ દિવસનો હોય છે. આ નવ દિવસનો તહેવાર ધાર્મિક પરંપરાઓ, વ્રત-ઉપવાસ, માતાજીની ગરબાઓ, અને પ્રસાદની વહેંચણી દ્વારા ઉજવવામાં આવે છે. આખો હિન્દુ સમાજ પોતાના રાજ્યના રીતરીવાજ પ્રમાણે દુર્ગા પુજા કરીને તહેવારની ઉજવણી કરે છે.
નવરાત્રી વર્ષમાં બે વાર આવે છે. એક ચૌત્ર મહિનાના નોરતા કે જે એપ્રિલ-મે મા આવે છે. અને બીજા ઓક્ટોબર-નવેમ્બરમાં આવતા નોરતા. કે જેમાં લોકો મન મુકીને ગરબે રમે છે. પરંતુ આ નોરતા દરમિયાન લોકો અનેક જગ્યાએ રમવા જતા હોય છે. અને બહાર જાત-જાતના ફુડ્સ ખાતા હોય છે. પરંતુ આપણે એવા ફુડ્સ વિશે જાણીશુ જેને ખાવાથી તમારી હેલ્થને નુકશાન થઇ શકે છે. જેથી આવા ખોરાક લેવાનુ ટાળવુ જોઇએ.
– તળેલા ખોરાક
અત્યારના લોકોમાં કોલેસ્ટ્રોલ, હાઇપ ટેન્શન, થાઇરોઇડ, બ્લડ શુગર જેવા રોગો વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ તેનુ કારણ જેનેટિક અને અનહેલ્ધી ફુડ હેબિટ છે. અત્યારની જનરેશનને બર્ગર, પીઝા, ફ્રાઇ ફ્રૂડ વગેરે ખૂબ આકર્ષે છે. આવા ફુડ સહેલાઇથી મળી જાય છે. અને ઝડપથી બની જાય છે. પરંતુ આવા ખોરાક તમારી હેલ્થને નુકશાન કરે છે. પરંતુ ઘણા એવા લોકો પણ છે કે જે આ નવ દિવસ દરમ્યાન ફુટ, મિઠાઇ અને ઘરે બનાવેલી શાકહારી વસ્તુઓ જ ખાતા હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજી અને કાર્બોહાઇડ્રેટસ વાળા ખોરાક મોટી ઉંમરના લોકો માટે જરુરી હોય છે. તેથી આ નવરાત્રી દરમ્યાન બંને તેટલા તળેલા ખોરાક ખાવાનું ટાળવુ જોઇએ. તેની જગ્યાએ ફ્રુટ, દહીં, દૂધ વગેરે લેવુ જોઇએ.
– વધારે તેલ વાળા ખોરાક ન ખાવા
જો તમે તંદુરસ્ત અને સક્રિય રહેવા માંગતા હોવ તો વધુ તેલ વાળા ખોરાકથી દૂર રહેવુ જોઇએ. ફફ્ક નવરાત્રી દરમ્યાન જ નહી પરંતુ કાયમ માટે દૂર રહેવુ જોઇએ. વધુ તેલવાળા ખોરાકમાં ફેટની માત્રા વધુ હોવાથી ઝડપથી વજન વધે છે. આ ફેટ હાર્ટમાં બ્લોકેજ અને બ્લડ સરક્યુલેશન પ્રોસેસ ડિસ્ટર્બ કરે છે જેથી હાર્ટ એટેકના પ્રોબ્લેમ્સ વધી જાય છે. તેથી વધુ તેલ વાળા ખોરાકથી દૂર રહેવું.
– ઓછા પ્રમાણમાં ખાવુ
પૂજા દરમિયાન વારંવાર આપણને અવનવી વસ્તુઓ ખાવાની ઇચ્છા થતી હોય છે. જેના લીધે આપણે વધારે પ્રમાણમાં ખોરાક ખાઇ લેતા હોય છીએ. જેના લીધે પેટના પ્રોબ્લેમ તેમજ પાચનથી સમસ્યા ઉભી થાય છે. ફ્રેન્ડસ અને સગા સંબંધીઓ સાથે આપણે વધારે ઘી અને બટર વાળી વસ્તુઓ માટે ના પાડી શકતા નથી. પરંતુ હેલ્ધી રહેવા માટે લિમિટેડ ખોરાક લેવો જોઇએ. તેના માટે દિવસ દરમ્યાન તમે ખાધેલી વસ્તુઓ ચાર્ટ બનાવવો જેથી તમારે કેટલો ખોરાક ખાવો તેનુ ધ્યાન રહે. જેથી નવરાત્રી દરમ્યાન પણ તમે ખોરાકનું પ્રમાણ જાળવી શકો.
– કોલ્ડ્રીંક્સ પીવાનુ ટાળો.
કોલ્ડ્રીંક્સ તેમજ કોઇપણ ગેસવાળા ડ્રીંક્સ બંને તેટલા ઓછા લેવા જોઇએ. કોઇપણ તહેવારમાં કોલ્ડ્રીંક્સએ સાંજના ટાઇમમાં બંધ બેસતુ પીણુ છે. જેનો ઉપયોગ લોકો વધુ કરે છે. તેમાં ખૂબ જ માત્રામાં શુગર હોય છે. જે તમારી હેલ્થને નુકશાન કરે છે. તેમાં ફેટ પણ હોય છે. આવા ડ્રીંક્સ દાંતને પણ ખરાબ કરે છે. તેથી કોલ્ડ્રીંક્સની જગ્યાએ ફ્રુટ જ્યુશ અથવા તો ઘરે બનાવેલી લસ્સીનો ઉપયોગ કરવો જોઇએ.
નવરાત્રીએ હિંદુઓનો ખૂબ મહત્વનો તહેવાર છે. તેથી તેની ઉજવણી પણ ખૂબ જલસાથી કરવામાં આવે છે. પરંતુ તે દરમ્યાન તમારી તબિયતનું ધ્યાન રાખવા માટે ઉપર મુજબની ફુડ પેટર્ન પ્રમાણે ખોરાક લેવા જોઇએ.