પશ્ચિમ રેલવેએ પૂર્ણ કરી પ્રિ-મોન્સુન કામગીરી: વિવિધ યાર્ડ બ્લોક વિભાગોમાં ૧૦ કિ.મી.ની વધારાની ગટર વ્યવસ્થા
પશ્ચિમ રેલવેએ લોકડાઉન વચ્ચે પણ ચોમાસામાં ટ્રેક કે સ્ટેશનોમાં કયાંય પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે ડ્રેનેજ સફાઇ સહિતની આગોતરા તૈયારી કરી લીધી છે. પુરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ યાર્ડ તથા બ્લોક વિભાગોમાં ૧૦ કી.મી. ની વધારાની ગટર વ્યવસ્થા કરાઇ છે તેમ પશ્ચિમ રેલવે જણાવ્યું છે.
કોરોના રોગચાળાને કારણે લાંબા સમય સુધી દેશવ્યાપી લોકડાઉન પછી પશ્ચિમ રેલવે વિશેષ મેલ-એકસપ્રેસ ટ્રેનોનું પરિચાલન કરતા હવે ધીમે ધીમે તેની મેન લાઇન સેવાઓ પુન: શરૂ કરી રહી છે અને હજી સુધી ૧ર૦૦ થી વધુ મજુર વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે.
પશ્ચિમ રેલવે સુનિશ્ચિત કર્યુ છે કે જયારે પણ મુંબઇની જીવાદોરી તરીકે ઓળખાતી લોકલ ટ્રેનો નજીકના ભવિષ્યમાં ફરી શરુ થાય ત્યારે ચોમાસાની ઋતુમાં ઉપનગરીય વિસ્તારનો ટ્રેક પ્રભાવિત ન થાય અને મુંબઇ લોકલ ટ્રેન સેવાઓ ચાલવામાં કોઇ અડચણ ન આવે ચોમાસા પૂર્વેની તૈયારીઓના ગયેલ પુરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ યાર્ડ અને બ્લોક વિભાગોમાં આશરે ૧૦ કી.મી. જેટલી વધારાની ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ગટર શહેરની ખાલી કરાવવાની સિસ્ટમ્સ સાથે જોડાયેલા છે. આ ડ્રેઇનો ટ્રેક એરિયા અને યાર્ડમાં ઝડપી ડ્રેનેજ માટે ખુબ મદદગાર છે. પમ્પીંગ ક્ષમતા વધારવા માટે આ વર્ષે ૧૯૧ ઉચ્ચ ક્ષમતાવાળા પમ્પ લગાવવામાં આવ્યા છે. જે પાછલા વર્ષ કરતા ૩૩ ટકા વધુ છે.
ઉપનગરીય તંત્રમાં વરસાદ શરુ થતાં જ આ પમ્પ કાર્યરત કરવામાં આવશે. વરસાદ દરમિયાન નિષ્ફળતાઓને ટાળવા માટે તે દરરોજ પ્રાયોગિક ધોરણે ચલાવવામાં આવશે અને તેું સમારકામ કરવામાં આવશે.
ઉપનગરીય વિભાગમાં ૨,૫૮,૦૦૦ કયુબીકમીટર કાદવ, કચરા વગેરેની સફાઇ પૂર્ણ થઇ ગઇ છે. આ કાર્ય વિશેષરૂપે બનાવવામાં આવેલી મક વિશેષ ટ્રેન બી.આર.એન. જે.સી.બી. પોકલેન અને લગભગ પ૦૦ કાર્યકરોની મદદથી પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ચોમાસા દરમિયાન વરસાદના પાણીને અસરકારક રીતે નીકળવામાં મદદ કરશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકર દ્વારા જારી કરવામાં અવેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દર વર્ષે મુંબઇ ઉપનગરીય વિભાગ ઉપર ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક ઉ૫ર પાણી ભરાવાના મહત્વના મુદ્દાને ઘ્યાનમાં રાખતા ચોમાસાની ઋતુ દરમિયાન સુલભ કામગીરીની ખાતરી કરવા માટેના યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા છે. ચોમાસાની તૈયારીના સંદર્ભમાં પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવતા કેટલાક મહત્વપૂર્ણ પગલા લેવાયા છે.
ગટરની સફાઇ બાદ સંબંધિત નિગમો એટલે કે એમસીજીએમ, એમબીએમસી અને વીવીસીએમસી સાથે સંયુકત નિરીક્ષણની કામગીરી ચાલુ છે. હાલમાં પપ જેટલી ગટર સફાઇ કરવામાં આવી છે. તેવા ૪૪ ડ્રેનોનું સંયુકત નિરીક્ષણ પૂર્ણ થયું છે. બાકી નિરીક્ષણો ૧૦ જુન ૨૦૨૦ સુધીમાં પૂર્ણ થયું હતું.
પશ્ચિમ રેલવેની મોનસુન કામગીરીને ઓખા ઉઘોગપતિ મનસુખભાઇ બારાઇ, વેપારી મંડળના યુવા પ્રમુખ સંદીપભાઇ પબુભા માણેકે સાથે ઓખા મંડળની પ્રજાએ બિરદાવી હતી.
ભાકરે માહિતી આપી હતી કે આ તૈયારીઓ ઉપરાંત ચોમાસ દરમિયાન અવિરત રેલવે સેવાઓ પ્રદાન કરવા અને મુસાફરોની સુવિધા માટે તમામ વિભાગને તમામ બાબતોમાં તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે સ્ટેશનોની આસપાસ જયાં પણ કચરો અલગ અલગ સ્થળોથી દૂર કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રેક એરિયા, ખુલ્લા નાળા અને સીસી એપ્રોન વગેરે જે હાઉસકીપિંગ કોન્ટ્રાકટમાં સામેલ છે. નિયમિત સાફ કરવામાં આવશે. પ્લેટફોર્મ, કોકોર્સ એરિયા, પેદલ ઓવર બ્રીજ, કસ્ટમર ઇટરફેસ એરિયા, વેઇટિંગ રૂમ, શૌચાલયો અને કેટરિંગ યુનિટની તાકીદે સફાઇ પણ મુખ્ય ઘ્યાન કેન્દ્રિત કરશે.
લોકોને રેલવે પરિસરને ગંદકુ મુકત રાખવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે અપીલ કરવામાં આવશે. તમામ મંડળોને અવિરત ટિકીટ સુવિધાની ખાતરી કરવા માટે એટીવીએમ, સીઓટીવીએમ, ઓસીઆર, વરસાદના પાણી, લીકેજ અને ગટર દ્વારા નુકશાન ન થાય તે માટે જરુરી વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી છે. મુંબઇ ડીવીઝન સાથેના કરાર હેઠળ આવરી લેવામાં આવતી તમામ જાહેરાત એજન્સીઓને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ તેમના હોલ્ડિગ સ્ટકચરો, રેલવે પરિસરમાં જાહેરાતના હોડિગ્સનું નિરીક્ષણકરે અને તેમને મજબૂતી સાથે સ્થાને રાખવા માટે વ્યવસ્થા કરે માલ અને પાર્સલને નુકશાન ન થાય તે પાર્સલ ઓફીસો અને માલ કાર્યલયોને પણ જાણ કરવામાં આવી છે.