- SOG ને ચેકીંગ દરમિયાન બસ સ્ટેન્ડમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો
- બીનવારસી બેગમાંથી મળેલ 8.7 કિલો ગાંજો કબ્જે
- CCTV ફૂટેજ ચેક કરતા બે શંકાસ્પદ શખ્સો આવ્યા સામે
જુનાગઢ: મહાશિવરાત્રીના મેળાને લઈને પોલીસ કાર્યવાહી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે SOG ને ચેકીંગ દરમિયાન બસ સ્ટેન્ડમાંથી બીનવારસી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ પોલીસના ચેકીંગ અંતર્ગત બસ સ્ટેન્ડમાં શંકાસ્પદ બેગ બીનવારસી હાલતમાં દેખાઈ હતી. આ દરમિયાન બેગની તપાસ કરતાં તેમાંથી 8.7 કીલો ગાંજો મળી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે શંકાસ્પદ શખ્સો સામે આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ દ્વારા બે શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, મહાશિવરાત્રીના મેળા દરમિયાન જૂનાગઢ બસ સ્ટેન્ડ પરથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. SOG પોલીસને બસ સ્ટેન્ડ પર એક શંકાસ્પદ બિનવારસી બેગ મળી આવી હતી. બેગની તપાસ માટે બીડીએસ ટીમને બોલાવવામાં આવી હતી. તપાસ દરમિયાન બેગમાંથી 8.73 કિલો ગાંજો મળી આવ્યો.
ત્યારે ઘટનાની જાણ થતાં FSL અધિકારીઓએ સ્થળ પર આવીને તપાસ કરી હતી. પોલીસે બે થેલા સહિત કુલ રૂ. 87,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. સીસીટીવી ફૂટેજમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ દેખાયા છે, જેમની શોધખોળ ચાલુ છે.
જૂનાગઢ રેન્જના IGP નિલેશ જાજડીયા અને SP બી.યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશીલા પદાર્થોની બદી નાબૂદ કરવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કેસમાં SOGના PI પી.કે. ચાવડા અને તેમની ટીમે કામગીરી કરી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.