જંકશન ખાતેથી બંને ટ્રેનમાં મુસાફરી માટે ટિકિટ બુકીંગ શરૂ
દેશભર માં દિવાળી દરમિયાન જુદા જુદા રેલવે ડિવિઝન દ્વારા પ્રવાસીઓ માટે સ્પેશ્યલ ટ્રેઇનો દોડાવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે રેલવે ના વિવિધ ડિવિઝન જેવા કે પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, ઉત્તર – દક્ષિણ ઝોન અને મધ્ય રેલવે ઝોન દ્વારા ગાંધી દર્શન ટ્રેઈન ૨૭ સપ્ટેમ્બર ના તોજ થી ભોપાલ ખાતે થી દોડાવામાં આવશે. જેના યાત્રિકો ને દ્વારકા, સોમનાથ, પોરબંદર સહિત ના સ્થળો જોવા મળશે. આ ટ્રેઈન દિવાળી દરમિયાન ૮૦૪ યાત્રિકો સાથે સૌરાષ્ટ્ર નું ભ્રમણ કરશે.
ઉપરાંત ખાસ રાજકોટ થી આ તકે ૨ સ્પેશ્યલ ટ્રેઇનો દોડાવામાં આવનાર છે જેમાં ઉત્તર દર્શન અને દક્ષિણ દર્શન સ્પેશ્યલ ટ્રેન નો સમાવેશ થાય છે. ઉત્તર ભારત દર્શન ટ્રેઈન ૧૦ ઓક્ટોબર થી શરૂ થનાર છે જેમાં મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર નો સમાવેશ કરાયો છે. તેવી જ રીતે દક્ષિણ ભારત દર્શન ટ્રેન તારીખ ૨૦ થી ૩૧ ઓક્ટોબર સુધી દોડાવામાં આવશે જેમાં રામેશ્વરમ, મદુરાઈ, તિરૂપતિ, મૈસુર, ત્રિવેન્દ્રમ, ગુરુવાયુર જેવા સ્થળોને આવરી લેવાશે.
વાયુ એન. શુક્લા (જોઈન્ટ જનરલ મેનેજર – ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન) એ આ તકે તેમણે રાજકોટ ખાતે થી માહિતી આપતા કહ્યું હતું કે પ્રવાસીઓ મોંઘીદાટ ટિકિટો ખરીદીને તીર્થધામ ની યાત્રા કરતા હોય છે જેની સામે ઈંછઈઝઈ દ્વારા ફક્ત નોમીનલ ચાર્જ લઈને ૧૦ દિવસ ની યાત્રા કરવામાં આવશે જેમાં રહેવા થી માંડીને જમવા સુધી ની તમામ વ્યવસ્થા ઈંછઈઝઈ દ્વારા કરવામાં આવશે. ટ્રેન રૂટ માં આવતા તમામ સ્થળોએ ઈંછઈઝઈ દ્વારા યાત્રિકો ને ભાષાકીય સમસસ્યાઓ નો સામનો કરવો ના પડે તે માટે લોકલ ગાઈડ પણ ફાળવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે યાત્રિકો તીર્થધામ ની યાત્રા ભારતીય રેલવે ના માધ્યમ થી કોઈ પણ સમસ્યા વિના શાંતિપૂર્ણ રીતે કરે તેવા ઉદેશ્ય થી સમગ્ર આયોજન કરાયું છે અને ખાસ આ બંને ટ્રેનો રાજકોટ ખાતે થી ઉપડનાર છે ત્યારે રાજકોટ ને સૌરાષ્ટ્રની જનતા આ સુવિધાનો લાભ લે તેવી વાયુ શુક્લાએ અપીલ કરી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ બન્ને ટ્રેઈન માં મુસાફરી માટે ની ટિકિટ બુકિંગ શરૂ કરી દેવાઈ છે જે રાજકોટ જંકશન ખાતે થી કરાવી શકાશે. ઉપરાંત ટ્રાવેલ એજન્ટો ને પણ ઈંછઈઝઈ દ્વારા આવકારવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.
આ તકે તેમણે વધુ માં જણાવતા કહ્યું હતું કે ભારતીય રેલવે અને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન હર હંમેશ માટે પ્રજા ની સેવા કરવા તત્પર હોય છે જેના ભાગરૂપે રાજકોટ અને સૌરાષ્ટ્ર ને ખાસ તીર્થધામો ની યાત્રા માટે ૨ નવી ટ્રેઇનો ફાળવવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે આ માહિતી વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને વધુ માં વધુ લોકો આનો લાભ લે તેવા ઉદેશ્ય થી આજે પત્રકાર પરિષદ નું આયોજન કરાયું છે અને મીડિયા અમારી વાત ને લોકો સુધી પહોંચાડી અમને મદદરૂપ બનશે. ઉપરાંત સોશિયલ મીડિયા ના યુગ માં IRCTC ના તમામ સોશિયલ મીડિયા પેજ પર અમે આ માહિતીઓ સમયાંતરે મૂકી ને લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ.