ચૂંટાયા પછી નેતાઓ ઈદનો ચાંદ બની જાય છે. કેટલા મોટા મોટા વાયદાઓ ભૂલી જાય છે. પ્રજાની સુખાકારી માટે એમની પાસે સમયના અભાવ વર્તાય છે ભારે ગરીબડી જનતા માથી કોઈ દુભાયેલો પ્રજાજન પોતાનો આક્રોશ વ્યક્ત કરવા કાયદો હાથમાં લ્યે છે.
આવોજ એક બનાવ ઓરિસ્સાના સી.એમ પટનાયક ઉપર જૂતું કેંકવામાં આવ્યું હતું. ઓરિસ્સાના બારગઢમાં એક રેલી દરમિયાન એક નાગરિકે સી.એમ. ઉપર ચપ્પલનો ઘા કર્યો હતો.
જોકે યટનાયકના સુરક્ષા કર્મચારીઓએ તુરંત જ હરકતમાં આવીને પોલીસની મદદથી ચપ્પલ ફેંકનાર એ શક્સને ઝડપી પડ્યો હતો. આ પહેલા 31મી જાન્યુઆરીએ પટનાયકની બાલાસોર ખાતે યોજાયેલ રેલીમાં લોકો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા. જેના માટે એક મહિલાની અટકાયત કરવામાં આવી હતી. આવા બનાવમાં નેતાઓ પ્રત્યેનો આક્રોશ જોવા મળે છે.