દેશમાં લોક ડાઉનના પગલે ટ્રાન્સ્પોર્ટેશન બંધ હોવા છતાં
ટ્રાન્સપોર્ટ એસો. સાથે સરકારી તંત્ર સીધા સંપર્કમાં: માલ સામાનની જરૂરિયાત મુજબ સરકારના આદેશથી દેશભરમાંથી ટ્રકોમાં માલ ભરી ગુજરાતમાં પહોંચતો કરાશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગઇકાલે દેશની જનતાને સંબોધન કરી મહામારી કોરોના એ વિશ્ર્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આપણા દેશમાં કોરોના વાયરસ ન ફેલાય અને તેને કાબુમાં કરી શકાય તે માટે દેશમાં ર૧ દિવસ સુધી લોક ડાઉન કરી લોકોને ઘરની બહાર નહિ નીકળવા આદેશ કરવામાં આવ્યો હતો.
જેના પગલે લોકો દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓને એકઠી કરવા હડકપ મચી ગયો હતો પરંતુ દેશમાં લોક ડાઉન હોય અને ટ્રાર્ન્સ્પોટેશન બંધ હોવા છતાં ર૧ દિવસના લોક ડાઉન દરમ્યાન પણ લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોચાડવા તંત્ર સજજડ થયું છે. સરકારી તંત્ર અખિલ ગુજરાત ટ્રાન્સ્પોર્ટ એસોસીએશન અને રાજકોટ ગુડસ ટ્રાન્સ્પોર્ટ એસોસીએશન સાથે સિઘ્ધા સંપર્કમાં છે. અને ટ્રાન્સ્પોર્ટશનના સેક્રેટરી અને પ્રેસીડેન્ટએ ખાત્રી આપી છે કે દેશના કોઇપણ ભાગમાંથી લોકો માટેથી જીવન જરૂરી ચીજ વસ્તુ કે માલ સામાન લાવવા માટે તંત્ર દ્વારા આદેશ કરવામાં આવશે કે તરત જ ટ્રકો મોકલી જે તે સ્થળે માલ સામાન ભરીને ગુજરાતમાં સરકાર દ્વારા કહેવામાં આવશે ત્યાં પહોચડવાની જવાબદારી ટ્રાન્સ્પોર્ટશનના પ્રમુખે પહોચાડવાની ખાત્રી આપી છે. જેથી ર૧ દિવસના લોક ડાઉન દરમ્યાન પણ તેમની સજતાના કારણે લોકોને જીવન જરૂરી વસ્તુઓની અછત નહિ પડે અને લોકો શાંતિથી પોતાના ઘરોમાં રહીને સરકારના આદેશનું પાલન કરી કોરોના સામેની જંગમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે.
કલેકટરના આદેશથી ઓરંગાબાદથી ર૦ ટ્રક ખાંડ અને મુંબઇથી દવા માસ્કનો જથ્થો મંગાવ્યો: હસુભાઇ ભગદેવ (ટ્રક એસો. પ્રમુખ)
દેશમાં કોરોનાના પગલે હાલની પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર દ્વારા ર૧ દિવસ લોક ડાઉન કરવામાં આવ્યું છે.
ત્યારે ટ્રાન્સપોર્ટ એસો. અને સરકાર આવી પરિસ્થિતિમાં લોકો સુધી જીવન જરૂરીયાતની વસ્તુઓ પહોચાડવા સજજડ બન્યું છે.
ટ્રક એશો.ના પ્રમુખ હસુભાઇ ભગદેવએ ‘અબતક’સાથેની ટેલીફોન વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ કલેકટર દ્વારા ઓરંગાબાદના વિચુર ગામે આવેલી ખાંડ ફેકટરીમાંથી ર૦ ગાડી ખાંડ લાવવા હુકમ કરવામાં આવતા અખિલ ગુજરાત ટ્રાન્સ્પોર્ટ એસો. દ્વારા ર૦ ટ્રકની વ્યવસ્થા કરી ઓરંગાબાદ મોકલાવી ત્યાંથી ખાંડની ર૦ ટ્રકો ભરી ગુજરાતમાં લાવવા માટે રવાના કરવામાં આવી છે.
જયારે રાજકોટ કલેકટર દ્વારા મુંબઇના તલોઝ ગામેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે માસ્ક અને દવાનો જથ્થો મંગાવવાનો હુકમ કરવામાં આવતા ટ્રકો રવાના કરી દેવામાં આવી છે.
લોક ડાઉનમાં ટ્રક ડ્રાઇવરોની કફોડી સ્થિતિ
સમગ્ર દેશમાં ર૧ દિવસના લોક ડાઉન વચ્ચે હાઇવે અને બોર્ડરો સીલ કરી દેવામાં આવતા ટ્રક ડ્રાઇવરો અને કલીનરો પોતાના ટ્રક હાઇવે પર આવેલી હોટલોના પાકીંગમાં થંભાદી દીધા છે.
કોરોના વાયરસના કારણે ગભરાયેલા હોટલના સંચાલકો અને ચારથી વધુ લોકોને એકઠા ન થવાના સરકારના આદેશના પગલે હોટલવાળાઓ પણ ટ્રક ચાલકોને જમવાનું પાર્સલ આપી દે છે અને ટ્રકના ડ્રાઇવરો અને કલીનરોને ટ્રકમાં જમવું પડે છે. બીજી બાજુ કેટલાક ટ્રકના વિમા પૂર્ણ થતા હોય, કોઇનું પાસીંગ પૂર્ણ થતાં હોય કોઇના હપ્તા ચડી જતાં અને માલ ડીસ્પેશન થતા બેંક ખાતામાં નાણા પણ ન હોવાથી આર્થિક સંકણામણ પછી ટ્રકના ચાલકોને સતાવી રહી છે.
ટ્રકમાં ભરેલો માલના બીલમાં ડિસ્પેચ સમય પૂર્ણ થતા આવનારા દિવસોમાં જી એસટીના અધિકારીઓ ટ્રકને પકડી અને મસમોટી પેલન્ટી વસુલ કરશે તેવી ભીતી પણ ટ્રક માલીકો સેવી રહ્યા છે.
લોકડાઉનમાં ચુસ્ત નિયમોથી કાર્યરત ડી-માર્ટ
સમગ્ર દેશમાં સરકાર દ્વારા ર૧ દિવસ લોક ડાઉનનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેરના લોકોને તેમની ઘર વખરીની વસ્તુની ચિંતા કરવાની જરુરતથી તમામ જીવન જરૂરીયાત ચીજવસ્તુઓનો સ્ટોક દરેક વેચાણના સ્થળો પર છે. શહેરીજનોને કોઇ જાતની હાલાકી નહિ પડે ત્યારે કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટ ખાતે ગ્રાહકો માટે સાવચેતીના પગલે તેમને ટોકન આપવામાં આવે છે અને જે સમય તેમના ટોકનમાં આપેલ હોય ત્યારે જ ખરીદી કરવા માટે આવવાનું રહે છે. જયારે તે ડિ માર્ટમાં એન્ટ્રી કરે છે. ત્યારે ફરજીયાત માસ્ક પહેરેલું હોવું જોઇએ અને સેનેરાઇટઝરથી હેન્ડ વોશ કરવામાં આવે છે. નાના બાળકો અને સોળ વર્ષથી નીચેના બાળકોને ડિ માર્ટમાં એન્ટ્રી હાલ બંધ રાખવામાં આવી છે અને દર ૧૦ મીનીટમાં ૧૦ ગ્રાહકને જ એન્ટ્રી આપવામાં આવી છે. લોકોને તેમની જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી રહે અને કોઇ પણ સમસ્યા નહિ થાય તેવું હાલ ડિ માર્ટ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે.
હિતેષભાઇ ડિમાર્ટ સ્ટોક મેનેજર એ ‘અબતક’સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગ્રાહકોને જે જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની જરૂર છે. તેનો સંપૂર્ણ સ્ટાક કરવામાં આવેલો છે. જેથી તેમને ચિંતા કરવાની જરૂર નથી કોઇપણ હાલાકી પણ નહિ પડે તેઓને અહિ અમે સરકારના આદેશને સમર્થન આપ્યું છે અને સાથે ગ્રાહકોને ફરજીયાત માસ્ક પહેરીને આવતું સેનેરાઇઝરથી હેન્ડ વોશ કરવાના અને ટોકન આપ્યું હોય તેમાં જે સમય હોય ત્યારે જ ખરીદી કરવા આવવાનું રહેશ.. સોળ વર્ષથી નીચેના બાળકોને એન્ટ્રીની હાલ મનાઇ છે. ડિ માર્ટમાં એન્ટ્રી થતા ગ્રાહકોનું ચુસ્ત પણે ચેકીંગ કરવામાં આવે છે. ડિ માર્ટની અંદરમાં અમારા સ્ટાફ દ્વારા પણ ચુસ્ત સાવચેતીઓ રાખવામાં આવી રહી છે. લોક ડાઉનમાં લોકોને ઘરોમાં રહેવું અને જરૂર પડે તો જ ચીજવસ્તુઓ લેવા વ્યાજબી કારણની નીકળવું અને સરકારને પોતાનું સમર્થન આપવું.