કલેક્ટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ સહિતનાએ સન્માન સાથે પ્રશંસાપત્ર એનાયત કર્યા
શહેર પોલીસ દ્વારા શહેરના મહિલાઓ સુરક્ષીત રહે તે માટે સુરક્ષિત એપ તથા દુર્ગા શકિત ટીમ બનાવવામાં આવેલ હતી. જેનું ૧૬ ડીસેમ્બર ૨૦૧૯માં અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જે.સી.પી. ખુરશીદ અહેમદ હસ્તે લોન્ચ કરવામાં આવેલી હતી. શહેર પોલીસ દ્વારા મહીલા સુરક્ષા અર્થે કાર્યરત દુગા શકિત ટીમને સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ થયેલ હોય જેની ઉજવણી શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે. જેમાં પોલીસ હેડ કવાર્ટસ ખાતે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા, ઝોન-ર કલેકટર રેમ્પાબહેન, મ્યુનિ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા પૂર્વ ડે.મેયર દર્શતાબેન શાહની ઉ૫સ્થિતિમાં ઉજવણી કરવામાં આવેલી હતી.
કાર્યક્રમ દરમ્યાન રાજકોટ શહેર મહાનગરપાલિકાના પૂર્વ મેયર બીનાબેન આચાર્યે પોતાના કાર્યકાળ દરમ્યાન મહિલા સંબંધી અનેક સારા કામો કર્યા હતા. તેમજ મહિલાઓ માટે એક અલગ શાક માર્કેટ બનાવી જેમાં ગ્રાહક તથા વિક્રેતા ફકત મહિલાઓ જ રહેલી હતી. તેઓનું સન્માન કરી તેઓને પ્રશંસાપત્ર કરી તેઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
નક્ષ સેવા ગ્રુપ એન.જી.ઓ. પ્રીતીબેન નિરવભાઇ પટેલએ કોવિડ-૧૯ સંક્રમણ નીયંત્રણ સંદર્ભે નક્ષ ગ્રુપ દ્વારા લોકડાઉન દરમ્યાન શહેર વિસ્તારમાં પરપ્રાંતિયો તથા અન્ય જરુરીયાત મંદ કુટુંબોને આશરે ૧ર૦૦ જેટલી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બ્લડની જરુરીયાત વાળા માણસોને બ્લડની જરુરીયાત પણ પુરી પાડેલ છે. ઉપરાંત શહેર વિસ્તારમાં પોતાના ગ્રુપના સભ્યો સાથે ફરીને ભુખ્યા હોય એવા દરરોજ ના આશરે ૧૦૦ જેટલા માણસોને જમવાની વ્યવસ્થા પણ પુરી પાડેલ વિશેષમાં ગોંડલ રોડ ટુ વેલ્યુના શો રુમ પાસેથી એક માનસીક અસ્થીર મહીલા બેન દુર્ગાબેન કે જેઓ રખડતું ભટકતું જીવન ગુજારતા હતા તેઓને પ્રીતીબેનને જાણ થતાં તેઓને શોધી લઇ માલવીયાનગર પો.સ્ટે. નો સંપર્ક કરી પી.સી.આર. સાથે રેનબસેરા ખડપીઠ પાસે રામનાથપરા ખાતે તા. ૫-૫-૨૦ ના રોજ પહોચાડી સેવાનું કામ કર્યુ હતું. જેઓની અથાગ સેવાકાર્યો બાબતે તેઓનું પણ સન્માન કરી તેઓને પ્રસંશાપત્ર એનાયત કરવામાં આવેલ હતું.
ઉપરાંત ક્રાઇસ્ટ ઇન્સ્ટીયુટ ઓફ મેનેજમેન્ટના સ્ટુડન્ટો બ્લેસ અબ્રાહમ, બ્રિજીટ જયોજે શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષા સંદર્ભે ઓનલાઇન સંવાદ યોજવામાં આવેલ જેમાં મહીલા સુરક્ષા સંબંધી ખુબ જ સારુ પરફોમન્સ આપેલ હોય જેઓને પણ સન્માનીત કરી પ્રસંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન તથા શાખામા ફરજ બજાવતા મહિલા અધિકારી તથા કર્મચારીઓ કે જેઓએ પોતાની ફરજ દરમ્યાન ખુબ જ સારી કામગીરી કરેલ હોય જે મહિલા અધિકારી તથા કર્મચારીઓ ગાંધીગ્રામ-ર (યુનિ.) પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. એચ.જે. બરવાડીયા, એ ડીવીઝન પો.સ્ટે. ના પો. સબ ઇન્સ. ટી.ડી. ચુડાસમા, મહિલા પો.સ્ટે. ના એચ.સી સોનલબેન ગણેશપરી ગોસાઇ, એ. ડીવીઝન પો.સ્ટે. ના એચ.સી. વસંતબેન માવજીભાઇ મેટાળીયા, પોલીસ હેડ કવાર્ટસના પો. કોન્સ. નેહલબેન ગોવિંદભાઇ મકવાણા, આજી ડેમ પો.સ્ટે. ના લોકરક્ષક ધારાબેન શૈલેષભાઇ મેધાણી, ગાંધીગ્રામ પો.સ્ટે. ના લોકરક્ષક ભુમીબેન પ્રવિણભાઇ સોલંકી, બી. ડીવીઝન પો.સ્ટે. ના લોકરક્ષક રાજલબેન વિજયદાન કુંચાલા, પ્રદયુમનનગર પો.સ્ટે. ના લોકરક્ષક ગાયત્રીબા ટી. ગોહિલ, રાજકોટ તાલુકા પો.સ્ટે. ના લોકરક્ષક દીપલબેન રાજેશભાઇ ચૌહાણ, ટ્રાફીક શાખા ટી.આર.બી. ચન્દ્રીકાબેન એમ. મહેતા, ટ્રાફીશ શાખા ટી.આર.બી. ગીતાબેન એસ.સોલંકીનાઓની પણ સારી કામગીરી ઘ્યાને લઇ તેઓને સન્માનીત કરી તેઓને પ્રસસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રંગ મંચ નાટય કલાકારો ગૌરવસિંહ રેવર, રાજદીપભાઇ ગાધેર, સાગરભાઇ ચૌહાણ, સાહિલભાઇ બલદેવ દ્વારા મહિલા સુરક્ષા તથા દુર્ગા શકિત ટીમ બાબતે નાટક પ્રસ્તુત કરી અને મહિલા સુરક્ષા અંગે જાગૃતતા ફેલાવવામાં આવી હતી. આ તકે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, કલેકટર રેમ્પા મોહન તથા મહાનગરપાલિકાના પૂર્વ મેયર બીનાબેન આચાર્ય દ્વારા શહેરમા મહિલા સુરક્ષા માટે કાર્યરત દુર્ગા શકિત ટીમનું એક વર્ષ પૂર્ણ થતા દુર્ગા શકિત ટીમ દ્વાર મહિલા સુરક્ષા બાબતે કરવામાં આવેલ કામગીરીને બીરદાવવામાં આવી હતી. અને અભિનંદન પાઠવી પ્રોત્સાહીત કરાયી હતી.