નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે હિન્દુઓના મહત્વપૂર્ણ તહેવારોમાં દુર્ગા પુજન પણ મહત્વનું છે. નવરાત્રીના પાંચમા દિવસે મા દુર્ગાની મૂર્તિ પંડાલમાં પધરાવવામાં આવે છે મૉ દુર્ગાને શકિતની દેવી કહેવામાં આવે છે. દુર્ગા દેવીને શકિતની દેવી કહેવામાં આવે છે. દુર્ગા દેવીની મૂર્તિની પૂજા નષ્ટી થી શરુ કરાય છે. દશમી એ પૂર્ણ થાય છે ખાસ કરીને કલકતા અને બંગાળમાં દુર્ગા પુજાનું વિશેષ મહત્વ છે. રાજકોટના માર્કેટમાં પણ માઁ દુર્ગાની મૂર્તિઓનું વેચાણ થઇ રહ્યું છે. દુર્ગા પૂજનમાં ભકતો ઉ૫વાસ રાખે છે અને દેવી દુર્ગના આશિર્વાદ પ્રાપ્ત કરે છે. નવ દિવસ બાદ મા દુર્ગાની મૂર્તિને નદીમાં વિસર્જીત કરવામાં આવે છે.
દુર્ગા પૂજા દરમિયાન મહિલાઓ લાલ સાડી પહેરી માતાજીની ભકિતભાવથી પૂજા કરે છે. નવરાત્રીની ઉજવણી ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર ભારતમાં વિવિધ રીતે થાય છે. જો કે આ નવરાત્રીના દબદબો તો માં નો જ રહે છે. નવરાત્રનો મૂળ ઉદેશ માઁ શકિત દ્વારા અસુરનો સંહાર છે અને માઁ દુર્ગા પણ શકિતનું જ એક સ્વરુપ છે.