ઢોલ–નગારા સાથે ભકતજનોએ વાજતે–ગાજતે માતાજીનું સામૈયું કર્યું
શહેરના જામનગર રોડ પર આવેલુ અયપ્પા મંદિર ખાતે દૂર્ગા માતાની પ્રતિમા પૂન: પ્રતિષ્ઠા કાર્યક્રમના ભાગરૂપે માતાની મૂર્તિના સામૈયાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે બહોળી સંખ્યામાં ભકતોએ ઉપસ્થિત રહી સાંસ્કૃતિક રીતે દૂર્ગા માતાની મૂર્તિનું સામેયું કરવામાં આવ્યું હતુ.
અયપ્પા મંદિર ખાતે દૂર્ગા માતાની પ્રતિમાના સામૈયામાં ઢોલ નગારા સાથે ભકતજનો વાજતે ગાજતે માતાની મૂર્તિને મંદિર સુધી લાવ્યા હતા સાથોસાથ આવનાર ૨૮મી શુક્રવારે દૂર્ગા માતાની પૂન: પ્રતિષ્ઠા કરવામા આવશે.
અબતક સાથેની વાતચીતમાં કિરીટભાઈ જાનીએ જણાવ્યું હતુ કે અયપ્પા મંદિરે દૂર્ગા માતાની પ્રતિમા પૂન: સ્થાપિત કરવા માટે સર્વેનોસાથ સહકાર રહ્યો છે. દૂર્ગામાતાની પ્રતિષ્ઠાનું પૂન: સ્થાપિત કરવા માટે સૌ ભકતો આનંદભેર સામૈયાના કાર્યક્રમમાં જોડાયા હતા. દૂર્ગામાં નો મહિમા અનેરો છે. સાથે અયપ્પા મંદિર ખાતે તેમની પૂન: પ્રતિષ્ઠા માટે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંં છે.તા.૨૮ના રોજ માં દૂર્ગાની પૂન: પ્રતિષ્ઠા કરવામાં આવશે જયાં સુધીક દરરોજ દૂર્ગા માતાના મહિમા તથા તેમની આરતી પૂજા સાથે ભકતજનો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે અયપ્પા સ્વામી મંદિરના હોદેદારો, પ્રેસીડેન્ટ, વાઈસ પ્રેસીડેન્ટ પણ આભાર માનવામાં આવે છે. ૨૨ થી ૨૮ સુધી રોજ બપોરે પ્રસાદ માટે જાહેર જનતાને પણ આમંત્રણ પાઠવવામાં આવે છે. આજરોજ માં દૂર્ગાની પ્રતિમાના સામૈયાનો કાર્યક્રમ ગોઠવામાં આવ્યો હતો. જેમાં ભકતજનોએ ભાવભેર ભાગ લઈ માતાની પ્રતિમાને મંદિર સુધી રિવાજ પ્રમાણે ઉત્સાહભેર લાવ્યા હતા.