ભાજપ અને શિવસેનાએ નમતુ ન જોખતા સરકાર રચવાનો કોઇએ દાવો ન કર્યો: હવે આગળનો નિર્ણય રાજયપાલના હાથમાં
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચુંટણીના પરિણામ જાહેર થયા બાદ ઉભી થયેલી રાજકીય કટોકટી અને ભાજપ અને શિવસેનાની મહાયુતિ વચ્ચે પડેલી મડાગાંઠ શુક્રવારે પણ જેમ તેમ રહી હતી. ભાજપ-શિવસેનામાંથી કોઇપણ એકબીજા નમતુ આપવા તૈયાર નથી. જેથી મુખ્યમંત્રી પદેથી દેવેન્દ્ર ફડવીરે રાજયપાલ બી.એસ.કોશવારીને રાજીનામુ આણી દીધું હતું. જયાં સુધી નવી સરકારની કોઇ વ્યવસ્થા ન થઇ જાય ત્યાં સુધી ફડણવીશને કામ ચલાઉ અને કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા જણાવ્યું હતું.
ફડણવીશે રાજીનામા બાદ પોતાનો પ્રભિભાવ આપતા જણાવ્યું હતું કે પોતાનો પક્ષ શિવસેના સાથે મુખ્યમંત્રીપદની વહેચણી માટે કયારેય સહમત નહી થાય. સેનાએ આવી રીતે કટોકટી અને દબાણ ઉભુ કરવું ન જોઇએ.
ઉઘ્ધવ ઠાકરેએ પણ એવી દલીલ કરી હતી કે ભાજપ ખોટા રસ્તે અને અવૈધ જોડાણ માટે ખોટા લોકોને પડખે ચડી છે. બન્ને નેતાઓ અને તેમનો પક્ષ એકબીજા સામેના આક્ષેપો અને જોડાણ પડી ભાંગવાનો હોય તો ટોપલો પોતાના પર લેવા તૈયાર નથી અને હજુ વાતચીતના તમામ દરવાજાઓ ઉધાડા જ હોવાનું જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં ઉભી થયેલી રાજકીય કટોકટી સંભવિ રીતે પુરી થઇ જાય તેવું નિષ્ણાનો માની રહ્યા છે. સરકાર રચવાની પ્રક્રિયા મુદ્દતમાં જ પુરી થાય તે માટે સૌથી મોટી પાર્ટીઓ બીજા નંબરની પાર્ટીને સરકાર રચવા આમંત્રાણા આપી શકાય જો આવુ ન થાય તો રાજયપર નિશ્ર્ચિત પણે રાષ્ટ્રપતિ શાસન આવી શકે.
દેવેન્દ્ર ફડણવીશે ગઇકાલે જણાવાયું હતું કે મને વિશ્ર્વાસ છે કે આગામી સરકાર પણ ભાજપની અઘ્યક્ષતામાં જ રચવામાં આવશે. તેમણે ભાજપ રાજકીય તોડ જોડમાં ઉતરી પડી હોવાનું કોંગ્રેસના નેતાઓનું આક્ષેપ નકારી કાઢીને જણાવ્યું હતું ભાજપ આવુ કયારેય કરતી નથી. ભારત અત્યારે પણ સરકારના ટોચના હોદાઓની વહેચી સેનાઓ સાથે કરવામાં તેના સિઘ્ધાંત સાથે બાંધછોડ કરવા તૈયાર નથી.
દેવેન્દ્ર ફડણવીશે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ અઘ્યક્ષ અમિત શાહે પણ ઉઘ્ધવ ઠાકરે સાથે અગાઉ થયેલી વાતચીત પર પક્ષ હજુ પણ અફર છે. બન્ને પક્ષ વચ્ચે વાતચીતના દોર કયારેય પુરો ન થાય. ફડણવીશે જણાવ્યું હતું કે સેના જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાજકીય પ્રહારો કરી રહી છે. તે કયારેય સ્વીકાર્ય નહિ જ ગણાય. બીજી તરફ સેનાના પ્રમુખે જણાવ્યું હતું કે જુઠ સાથે કયારેય રહી ન શકાય.
શાહ અને તેમની મંડળી એક વખત બાોલેલા શબ્દો પાડવામાં પીછેહઠ કરી રહ્યા છે. તેઓ તેમના બોલેલા શબ્દો પર અફર નથી.
જોકે ઉઘ્ધવ ઠાકરેએ સંધે ના હવાલાથી રવી સરકાર રચવા અંગે આશાવાદ વ્યકત કરી જણાવ્યું હતું કે ભાજપ સરકાર રચવાનો દાવો કરાવશે. ભાજપ બહુમતિ સાબિત કરવામાં નિષ્ફળ નિવડશે. તો સેના એનસીપી કોંગ્રેસના સહયોગથી સેના માટે મુખ્યમંત્રી પદના વિકલ્પ સહીતના તમામ વિકલ્પ ખુલ્લા રાખવામાં આવ્યા છે. હજુ ભાજપ અને સેના વચનો વાતચીત ચાલુ જ રહી છે. અને મતભેદની આ વંટોળ સાકાર થાય તેવા તમામ વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે.