મુંબઇ-રાજકોટ દૂરન્તો ટ્રેઇનને લીલીઝંડી બતાવી રાજકોટ રેલવે સ્ટેશનથી પ્રસન કરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુંબઇ-રાજકોટ દૂરંતો ટ્રેઇનને રાજકોટ રેલ્વે સ્ટેશનેથી લીલી ઝંડી બતાવી પ્રસન કરાવ્યું હતું.
રાજકોટને મળેલ સુપરફાસ્ટ એ.સી.દૂરંતો ટ્રેઇનને આવકારવા રેલ્વે સ્ટેશન ખાતે ઉમટી પડેલા ઉત્સાહી નગરજનોને સંબોધતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ માટે આજનો દિવસ આનંદનો દિવસ છે. રેલ્વેને દેશના વિકાસ માટેની જીવાદોરી ગણાવતાં રૂપાણીએ ઉમેર્યું હતું કે, મુંબઇ-અમદાવાદ સુધી દોડતી દૂરંતો ટ્રેઇનને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે, જે બદલ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આભારી છે.
દૂરંતો ટ્રેઇનના આગમની સમગ્ર સૌરાષ્ટ્ર માટે વિકાસના નવા દ્વાર ખુલશે, એવો આશાવદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે રજૂ કર્યો હતો. ગુજરાતને વૈશ્વિક કક્ષાની સુવિધા મેળવવાનો આનંદ છે, સૌરાષ્ટ્રની જનતાને આ સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા વિજયભાઇએ અનુરોધ કર્યો હતો. દૂરંતો ટ્રેઇન સૌરાષ્ટ્ર માટે વ્યાપક વિકાસની શકયતાનું સપક બની રહેશે, એવો વિશ્વાસ પણ રૂપાણીએ આ તકે રજૂ કર્યો હતો.
ગુજરાતના વિકાસ માટે દૂરંતો ટ્રેઇનને રાજકોટ સુધી લંબાવવા બદલ રેલ્વેમંત્રી પિયુષ ગોયલનો આભાર માન્યો હતો.અમદાવાદ અને સુરેન્દ્રનગરના માત્ર બે સ્ટોપ કરી ફક્ત ૧૧ કલાકમાં મુંબઇ પહોંચાડતી આ ટ્રેઇન મેડિકલ ક્ષેત્રે પણ ખૂબ ઉપયોગી પુરવાર થશે, એવો મત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com