પૂરવઠા વિભાગે ડિઝલનો ૪૦ હજાર લીટરથી વધુનો જથ્થો સીલ કરીને

સેમ્પલ લીધા: મુંદ્રા અને અદાણી પોર્ટમાંથી ડિઝલ ચોરાઈને અહી આવતુ

સુરેન્દ્રનગરનાં દુધરેજમાં ડુપ્લીકેટ ડીઝલનાં વેચાણ થતુ હોવાની જાણ થતા પૂરવઠા વિભાગ દ્વારા ૪૦ હજાર લીટરથી વધુ ડુપ્લીકેટ ડીઝલનો જથ્થો જપ્ત કરીને તેના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરનાં દુધરેજ ખાતે ડુપ્લીકેટ ડીઝલનું વેચાણ કરવામાં આવતું હતુ. આ ડીઝલ રૂ.૬૯ પ્રતિ લીટરના સસ્તા ભાવે વેચવામાં આવતું હતુ.

આ ડુપ્લીકેટ ડીઝલનાં કૌભાંડની જાણ મળતા પૂરવઠા વિભાગે દરોડા પાડીને ૪૦ હજાર લીટર ડુપ્લીકેટ ડીઝલનાં જથ્થાને સીલ કર્યો છે. ઉપરાંત ડુપ્લીકેટ ડીઝલનાં સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે પૂરવઠા અધિકારી સ્વપ્નિલ ખેરે જણાવ્યું કે આ ડીઝલ અદાણી, મુંદ્રા સહિતનાં પોર્ટ પરથી ચોરાઈને આવતું હતુ બાદમાં સુરેન્દ્રનગરમાં તેનું સસ્તા ભાવે વેચાણ કરવામં આવતું હતુ અત્રે ઉલ્લેખનીય છે કે આ ચોરાઉ ડીઝલનાં ભેળસેળ કરીને બીલ વગર ગ્રાહકોને ધાબડી દેવામાં આવતું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.