આમ આદમી પાર્ટીએ વીવીપેટની રેન્ડમ બુથોની કાપલીઓની ગણતરી કરવાની માંગ કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવા તમામ રાજકીય પક્ષોએ સતા મેળવવા દોટ મુકી હતી તો ભાજપે તેમાં બાજી મારી જીત હાંસલ કરી છે. જેમાં આમ આદમી પાર્ટી નિષ્ફળ નિવડી હતી. જોકે આક્ષેપો કરતા આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં ‘ઈવીએમની જીત થઈ છે, તો ગુજરાતીની હાર થઈ છે’ આપ જાણવા માગે છે કે ચૂંટણીપંચે વીવીપેટની ૨૫ ટકા સ્લીપની ગણતરી કરવાની મનાઈ શા માટે કરી છે ? જોકે તેમને એક પણ સીટ ન મળતા લોકોએ તેમના ચિહન જાડુનો ઉપયોગ કરીને આપનો જ સફાયો કર્યા જેવો ઘાટ સજાર્યો છે.
વિધાનસભાની ચૂંટણીમાં આપના કુલ ૩૩ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા તો તેમણે બધાએ પુરતા મત ન મળતા ડિપોઝીટ ગુમાવી હતી. જોકે ડિપોઝીટની રકમ તો સામાન્ય હોય છે પરંતુ એક પણ ઉમેદવાર ન ચુંટાતા આપને ઝટકો તો જ‚રીથી લાગ્યો જ છે.
જોકે તેમનું કહેવું છે કે, ઈવીએમ મશીનના ચેડા થયા છે તો વીવીપેટની કાંપલીઓ ગણવામાં શું તકલીફ છે ? જો ચુંટણીપંચ ગણતરીની અસ્વિકૃતિ આપે છે તો આ રાજ રમત પહેલાથી ફિકસ છે. જોકે તેમના આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓમાં ખાસ જોઈએ તેટલી જનમેદની ઉમટી ન હતી પરંતુ હાર્દિક પટેલની રેલીઓ લોકોથી ખચોખચ ભરેલી હતી તો આ પરિસ્થિતિમાં ભાજપ કઈ રીતે જીતી શકે ?
તેમણે ચૂંટણીપંચથી પણ નારાજગી વ્યકત કરતા જણાવ્યું હતું કે, અમે પાંચમાં ધોરણના બાળકો નથી માટે રેન્ડમ બુથોની વીવીપેટ સ્લીપોની ગણતરી થવી જોઈએ. જોકે કોઈપણ રાજકીય પક્ષ હોય નબળા પ્રદર્શન અને હાર મેળવ્યા બાદ આક્ષેપો કરતી જ હોય છે ત્યારે ૩૩ એ ૩૩ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થતા આપને ધકકો પહોંચ્યો છે કારણકે તેમના ચૂંટણી ચિહનનો જ ઉપયોગ કરી પ્રજાએ આપનો સફાયો કર્યો છે.