છેલ્લા ઘણા સમયથી બોલિવૂડના આ કપલ ચર્ચામાં છે, રણવીર દીપિકાના પ્રશંસકો તેમના લગ્નની તસ્વીરોની રાહ જોઈ રહ્યા હતા.દિપીકા અને રણવીરએ કોંકણી અને સિંધી રિવાજ અનુસાર લગ્ન સંપન્ન કર્યા.અને આખરે દિપીકાએ પોતાના ટ્વિટર અને ઇનસ્ટાના એકઉન્ટ પર પોતાના લગ્નની તસ્વીરો શેર કરી છે.
તેમણે ઇટલીના લેક કોમોમાં ૧૪ નવેમ્બરે કોકણી અને ગઈ કાલે સિંધી રીતરિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં ૩૦થી ૪૦ મહેમાનોએ હાજરી આપી હતી. દીપિકા અને રણવીરે આ બન્ને લગ્નના ફોટો શૅર કર્યા હતા. સિંધી લગ્નમાં દીપિકાએ લાલ લેહંગો પહેર્યો હતો તો રણવીરે લાલ શેરવાની સાથે મૅચિંગ સાફો પહેર્યો હતો.
સભ્યાસાચી દ્વારા તૈયાર થયેલ દિપીકાનો આ જોડો ખૂબ અલગ લૂક આપતો હતો જેમાં તેની ઓઢણી ખૂબ જ ખાસ હતી, કારણકે તેની ઓઢણીમાં સંસ્કૃતમાં બોર્ડર પાસે ”सदा सौभाग्यवती भव:” એવું લખ્યું હતું જેનો અર્થ થાય કે હમેશા સુહાગન રહે આવા આશીર્વાદ પરણિત સ્ત્રીમાટે ખૂબ જ ખાસ હોય છે કહેવાઈ છે કે આવા આશીર્વાદ પતિની સલામતી માટે હોય છે.