નવકારશી ગુરુભક્તિ ગૌતમ પ્રસાદ સહિત ધાર્મિક આયોજન
ગોંડલ જેતપુર બાયપાસ પર નવનિર્મિત ડુંગર હીર દ્વાર નુ લોકાપઁણ આજે સવારે 7:15 કલાકે મુખ્યદાતા, સંતો તથા આગેવાનો ની ઉપસ્થિતી મા થયુ હતુ.જેતપુર જુનાગઢ તરફ થી ગોંડલ ના પ્રવેશ માર્ગ પર પુ.ગુરુદેવ ની 203 મી પુણ્યભીની પુનમ નીમીતે ગુરુભક્તિ પુનમ મહોત્સવ અંતર્ગત પુ.હીરકશીશુ બેન સ્વામી,બા.બ્ર.પુ.સ્મિતાબાઈ મ. ના સંસારી પરીવાર ગોંડલ નિવાસી પુ.ડુંગર ગુરુભક્ત કમળાબેન શામળદાસ મહેતા પરીવાર દ્વારા ડુંગર હીર દ્વાર નુ નિર્માણ થયા બાદ પુ.હીરક ગુરુ સુશિષ્યા બા.બ્ર પુ.જ્યોતિબાઇ મ.સંઘાણી સંઘ પ્રવરતિની બા.બ્ર.પુ.ઉષાબાઇ મ.બા.બ્ર.પુ.તરુબાઇ મ.પુ.મનિષાબાઇ મ.પુ.જ્યોતિબાઇ મ.પુ.રુપાબાઇ મ.તપગચ્છ જૈન સંઘ ના સાધ્વી પુ.વ્રતધારાશ્રીજી આદી સંતો સતીજીઓ ની પાવન નિશ્રા મા યોજાયેલ લોકાપઁણ કાર્યક્રમ મા ધારાસભ્ય ગીતાબા જાડેજા,નગર પાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી,નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા,જૈન સંઘ ના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી તથા મુખ્ય દાતા દિલીપભાઈ મહેતા,જયશ્રીબેન મહેતા,અમીષાબેન તથા રાજુભાઇ કોઠારી સહીત ઉપસ્થિત રહ્યા હતા
સવારે આઠ કલાકે નવકારશી, ગુરુભક્તિ સવારે સાડા નવ કલાકે તથા બપોરે બાર કલાકે ગૌતમ પ્રસાદ લોહાણા વિદ્યાર્થી ભવન,ભોજરાજપરા ખાતે રખાયુ હતુ.