રોજ સાંજે દરેક વોર્ડમાંથી કાર્યર્ક્તાઓ મહાઆરતીનો લાભ લેશે
આજે ગણેશ ચતુર્થીના શુભ દિન થી 9 સપ્ટેમ્બર સુધી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ ધ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું ભ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
ત્યારે શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ ધ્વારા રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે આયોજન કરવામાં આવેલ છે. ત્યારે આજે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષાીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદિપ ડવ, ધનસુખ ભંડેરી, વિધાનસભા-68ના પ્રભારી લાલજીભાઈ સોલંકી, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર,રક્ષાાબેન બોળીયા, સહીતના આગેવાનોની ઉપસ્થિતિમાં ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું.અને ગણપતિ આયો બાપ્પા, િરધ્ધી સિધ્ધી લાયો ના નાદ સાથે ગણપતિદાદાની વરણાંગી નીકળી હતી અને ભાવ-ભક્તિપૂર્વક ગજાનનદાદાનું સ્થાપન કરાવામાં આવ્યું હતું ત્યારે ગણપતિદાદા સ્થાપન પૂજામાં લલીતભાઈ વાડોલીયાએ સજોડે લ્હાવો લીધો હતો અને મહાઆરતી ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે કરવામાં આવી હતી.
આ તકે ગણપતિ આયો બાપા િરધ્ધી સિધ્ધી લાયો ના નાદ સાથે અને ડી.જે- બેન્ડની સૂરાવલિ, ફટાકડા, આતશબાજી અને મહિલા મોરચા ધ્વારા રાસની રમઝટ સાથે પૂજન-અર્ચન- આરતી બાદ મોદકનો પ્રસાદ ગ્રહણ ર્ક્યો હતો ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે આ ગણપતિ મહોત્સવમાં દરરોજ સાંજે 7:00 કલાકે વિવિધ અગ્રણીઓ ધ્વારા મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્યારે આજે વોર્ડ નં.1 અને વોર્ડ નં.ર ના કાર્યર્ક્તાઓ મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ કોષાધ્યક્ષા અનીલભાઈ પારેખ, કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, કાર્યાલય પરીવારના પ્રવિણભાઈ ડોડીયા, રમેશભાઈ જોટાંગીયા, જયંતભાઈ ઠાકર, પોપટભાઈ ટોળીયા, રાજન ઠકકર, ચેતન રાવલ, રાજ ધામેલીયા, પી. નલારીયન, વિજય મેર, જગદીશ ઘેલાણી, હિતેશભાઈ ગોસ્વામી, નવનીતભાઈ, ભાવીન ધોળકીયાએ જહેમત ઉઠાવી હતી.