૫૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી નાખવાની ચીનની અમેરિકાને ચીમકી
ચીની કંપનીઓ પ્લાસ્ટીક અને ઈલેકટ્રોનીક ઉત્પાદન ક્ષેત્રે વિશ્ર્વભરને હંફાવી રહ્યું છે ત્યારે પ્લાસ્ટીક, સિરામીક, ઈલેકટ્રોનીક સહિતની ચીની વસ્તુઓ વિશ્ર્વભરના અર્થતંત્રનો ભરડો લઈ રહી છે ત્યારે ટ્રેડ વોરને નિયંત્રિત કરવા અમેરિકાએ ૨૫ ટકા ટેરીફ ઝીંકી દીધી છે. ટ્રમ્પના આ નિર્ણય પછી ચીને પણ અમેરિકાની વસ્તુઓ પર આયાત ડયુટી વધારવાની ધમકી આપી છે. તેની સાથે જ વિશ્ર્વની બે આર્થિક મહાસતાઓ વચ્ચે વેપાર યુદ્ધ થઈ
શકે છે.
ગઈકાલે વાણિજય પ્રધાન વિલબ રોસ, ટ્રેઝરી પ્રધાન સ્ટીવ મ્નુચીન અને અમેરકાના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈઝર સાથે ૯૦ મિનિટ સુધી ચર્ચા કર્યા પછી આ નિર્ણયની જાહેરાત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેંગ શુઆંગે બેઈજિંગમાં જણાવ્યું હતું કે, જો અમેરિકા એક તરફી સંરક્ષણવાદી પગલા લેશે અને ચીનના હિતોને નુકસાન પહોંચાડશે તો અમે તરત જવાબી કાર્યવાહી કરીશું અને અમારા હિતોનું રક્ષણ કરવા માટે જ‚રી પગલા ભરીશું.
ઉલ્લેખનીય છે કે આ પૂર્વ ચીને ધમકી આપી હતી કે જો અમેરિકા ચીનની ૫૦ અબજ ડોલરની વસ્તુઓ પર ૨૫ ટકા આયાત ડયુટી નાખશે તો તેના જવાબમાં ચીન પણ અમેરિકાની કાર, એરક્રાફટ સહિતની ૫૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી વધારશે. અમેરિકાએ સૌપ્રથમ માર્ચ મહિનામાં ચીનની ૫૦ અબજ ડોલરની વસ્તુઓ પર ૨૫ ટકા ડયુટી નાખવાની વાત કરી હતી. જોકે મે મહિનામાં બંને દેશો વચ્ચે યોજાયેલ બેઠકના અંતમાં આયાત ડયુટીનો વિવાદ સમાપ્ત થયો હતો.