હળવદ મોરબી ચોકડી પર રવીવારની રાત્રી ના જીલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા પંથકમાં થતી ખનીજ ચોરી અટકાવવા સીક્યુરીટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા હતા ત્યારે રેતી ભરેલા ડમ્પર ને ગાર્ડ દ્વારા અટકાવવા નો પ્રયત્ન કરતાં બે –ફામ બનેલા ડમ્પર ચાલકે હંકારી મુકી ગાર્ડ ને કચડી નાખવાનો નીષ્ફળ પ્રયાસ કર્યા નુ પ્રકાશ મા આવતા પંથકમાં સનસનાટી મચીજવા પામીછે ત્યારે સૌથી આચર્ય ની વાત તો એ છે કે જીલ્લા ખાણખનીજ વિભાગ ના સીક્યુરીટી ગાર્ડ ને કચડી નાખવાનો નીષ્ફળ પ્રયાસ કર્યોના ત્રણ દિવસ વિતવા છતાં પણ જીલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી નહી કરાતાં જીલ્લા ખાણખનીજ કરતા રેત માફીયાઓનો હોલ્ટ વધુ હોવાનું સાબીત થયું છે અને જીલ્લા ખાણ ખનીજ વીભાગ ના મહારથી દ્વારા દીવા ની દાજ કોડીયા પર ઠાલવી ઠામણા મા ગોળ ભાગી લીધો હોય તેવુ માની ડમ્ફર ચાલક ને બદલે પોતાના અધિકારી ને ડંડવા ના પ્રયાસો ચર્ચાય રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com