ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ દસની પરીક્ષામાં આજે કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામે આવેલી સરકારી હાઈસ્કુલમાંથી ડમી પરીક્ષાર્થી ઝડપાયો છે.બ્લોકમાં કેન્દ્ર સંચાલક પરીક્ષાર્થીઓ પર નજર રાખતા ત્યારે શંકાના આધારે તપાસ કરતાં ડમી પરીક્ષાર્થી ઝડપાયો હતો.ડમી છાત્ર તરીકે ઝડપાયેલો કિશોર તેના મોટાભાઈ માટે પરીક્ષા આપવા આવ્યો હતો.તેનો મોટોભાઈ ગણિત અને વિજ્ઞાનની પરીક્ષામાં રીપીટર પરીક્ષાર્થી તરીકે નોંધાયેલો છે નિયમો મુજબ તેની વિરુધ્ધ અંજાર પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાઇ છે.તેમજ પરીક્ષાર્થીનું પરિણામ સ્થગિત કરી દેવાશે. દરમિયાન આજે લેવાયેલી ગણિતની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ગેરહાજરી વધુ જોવા મળી હતી ધો.૧૦ માં ૧૦૬૦ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા જેમાં ભૂજ ઝોનમાં ૫૯૬ , ગાંધીધામ ઝોનમાં ૩૨૩ અને નખત્રાણા ઝોનમાં ૧૪૧ છાત્ર ગેરહાજર રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.