‘અબતક’નો અહેવાલ સાચો પડયો
ઉપલેટાના વાહન ચાલકો પાસેથી કેટલો ચાર્જ વસુલવો તે અંતે એક માસ પછી નિર્ણય લેવાશે
ઉપલેટા પાસે ડુમીયાણી ગામ પાસે આવેલ ટોલનાકા પર ઉપલેટાના વાહન ચાલકો પાસેથી ભારેખમ વસુલાત થતી હોવાથી છેલ્લા એક માસ થયા ચેમ્બર ઓફ કોમર્સ અને ટોલટેકસ મુકિત સમીતી દ્વારા શહેરના વાહન ચાલકો માટે ફ્રી અવર જવર અને ડુમિયાણી ગામ પાસેનું ટોલનાકુ આગળ બીલડી ગામ પાસે ખસેડવા લડતના મંડાણ કર્યા હતા. ટોલટેકસ મુકિત સમીતીની અને ગ્રામજનો સાથે ઘણી મીટીંગો કરી કેવી રીતે અને કંઇ રીતે લડત આપવી તેવી અનેક ચર્ચાઓ થઇ હતી.
ગામની ૬૦ થી વધારે વિવિધ સંસ્થાઓ અને વિવિધ સમાજ ટોલનાકા મુકિત સમીતીની લડતને ટેકો આપેલ પણ ગઇકાલે નાયબ કલેકટર અને ટોલનાકાના અધિકારીઓ ટોલનાકા મુકિત સમીતીના આગેવાનો રાજકોટ કલેકટર ઓફીસે મળેલી મીટીંગમાં કોઇ મહત્વના નિર્ણય નહિ આવેલ ગઇકાલની મીટીંગમાં ટોલમુકિત સમિતિએ ઉપલેટાના વાહન ચાલકો પાસેથી જે અસહીય ભાવ વધારો લેવાય છે તે ફ્રીમાં કરી આપવો સહિતની રજુઆતો કરેલ. ત્યારે ટોલનાકા અધિકારીઓ નાયબ કલેકટરની હાજરીમાં આ ભાવની વાટાધાટો કરવા માટે એક માસની મુદત માગેલ તે ટોલ મુકિત સમિતિ માન્ય રાખતા હવે આંદોલન એક માસ માટે બ્રેક કરવું એક માસ પછ ટોલનાકાના અધિકારીઓ શું કહે છે. તે પછી આગળની લડત ચલાવવી તેવું મન મનાવી લીધેલ પણ પ્રજામાં એવો પ્રશ્ર્ન પુછાઇ રહ્યો છે કે શું ટોલનાકુ ડુમિયાણા ગામેથી ખસેડી લેવામાં આવશે, સ્થાનીક વાહન ચાલકો પાસેથી કેટલો ભાવ ઘટાડશે કે પછી મામુલી ભાવ વધારો આ બધા પ્રશ્ર્નનો એક માસ પછી જવાબ લોકોને મળશે.
28મી જાન્યુયારીએ ‘અબતક’માં પ્રસિદ્ધ કરાયો હતો અહેવાલ
૬૦ કરતાં વધારે સંસ્થાએ ટેકો આપ્યો પણ પરિણામ?
ટોલનાકા ખસેડવા માટે શહેરની ૬૦ કરતા વધારે સંસ્થાઓ સમાજે ચેમ્બર અને ટોલમુકિત સમીતીનું ટેકો આપ્યો પણ જો એક માસ પછી હાલના ટોલદર રૂ ૪૫/- છે તેમાં મામુલી ઘટાડો થાય તો આ સંસ્થાએ આપેલો ટેકો આપ્પાં પણ પરિણામ ન મળ્યું તેનો રંજ આ સંસ્થાઓ થશે
આડેધડ લડતનું પરિણામ હંમેશા નિરાશ કરે છે
એક માસ થયા ટોલનાકા ખસેડવા માટે જોરજોરથી લડતના મંડાણ કર્યા પણ ટોલનાકા ખસેડવા અને ટોલનાકામાંથી સ્થાનીક વાહન ચાલકોને મુકિતના નિયમોમાં પણ અભ્યાસ કરવો જરુરી હોય છે. જો નેશનલ હાઇવે ઓથોરીટી અને કાનુની લોકો પાસેથી નિયમોની જાણકારી મેળવી હોય તો એકાદ માસ પછી જે પરીણામ આવશે તેમાંથી નિરાશા મળત નહીં.
ટોલનાકુ ખસેડવાની મુળ વાત અભેરાઇ ચડી ગઇ
છેલ્લા એક માસ થયા ટોલનાકા સામે જોરશોરથી લડતના મંડાણ કરનાર ચેમ્બર ઓફ કોમર્સ અને ટોલમુકત સમીતી દ્વારા ગઇકાલે નાયબ કલેકટર અને ટોલનાકાના અધિકારીઓની મળેલી મીટીંગમાં માત્ર ભાવ ઘટાડાની જ વાત થઇ જે મુળ વાત ટોલનાકુ હટાવવા ચેમ્બર વાત સાવ ભૂલી જ ગઇ કે શું ની વાત હતી તે
મીટીંગની વાતો જોતા એક માસ પછી પણ વાહન ચાલકોને નિરાશા મળશે
ગઇકાલની મીટીંગ ઉપરની એવું લાગી રહ્યું છે. કયાંકને કયાંક ચેમ્બર અને ટોલમુકિત સમીતી કાચી પડી રહી છે એક માસ પછી પણ વાહન ચાલકોને તો રૂ ૪૫/- ચુકવવા પડે તો નવાઇ નહિ
ચેમ્બર અને ટોલમુકિત સમિતિ કયા કાચી પડે છે
શહેરીજનોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે ચેમ્બર આ ટોલનાકા બાબતે અનેક વખત લડત કરેલ પણ કોઇ ઉકેલ આવેલ નથી આ વખતે ચેમ્બરે ટોલ મુકિત સમીતી બનાવી છે તેમાં સાવ નવા અને અજાણ્યા લોકો કે જે ટોલનાકામાં અગાઉના લડત વિશે માહીતી ધરાવતા નથી તેને કારણે આ લડત કયાંકને કયાંક કાચી પડી રહી છે. પણ જો આ લડતમાં અગાઉ લડત કરી ચૂકેલા લોકો અને શહેરના પ્રબુઘ્ધ નાગરીકો કાનુનને જાણકાર લોકોને ભેગા રાખ્યા હોત તો કાંઇક રસ્તો નિકળવાની શકયતા રહત.