રાજકોટ મનપા, રૂડા, માર્ગ મકાન અને પોલીસ વિભાગના કામોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહુર્ત કરાયું
રાજકોટ મહાનગરપાલિકા, રૂડા, માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ પોલીસ વિભાગના જુદા જુદા પ્રોજેકટનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા
. તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતીનભાઇ ભારદ્વાજ, અનુસુચિત જાતી મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભા કાનગડ, મ્યુનિ. કમિશનર બંછાનીધી પાની, રાજકોટ જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી દંડક શાસક પક્ષ અજયભાઇ પરમાર, હાઉસીંગ કમીટી ચેરમેન જયાબેન ડાંગર, બાંધકામ કમીટી ચેરમેન મનીષભાઇ રાડીયા, વોટર વર્કસ કમીટી ચેરમેન બાબુભાઇ આહીર, સમાજ કલ્યાણ કમીટી ચેરમેન આશિષભાઇ વાગડીયા, ડ્રેનેજ કમીટી ચેરમેન જયોત્સાબેન ટીલાળા તેમજ કોર્પોરેટરો ભાજપના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ભાઇઓ અને બહેનો ઉ૫સ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવેલ કે, મહાનગરપાલિકા તેમજ રાજયની અન્ય કચેરીઓ દ્વારા રૂ ૧૭૬ કરોડના ખર્ચે જુદા જુદા પ્રોજેકટના ખાતુમુહુર્ત અને લોકાપર્ણ કરવામાં આવ્યું છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન પણ અનેક વિકાસ કરી રહેલ છે. શહેરનો ચારેય તરફ વિકાસ થઇ રહેલ છે ત્યારે રાજકોટ ધબકતું વિકસતું અને ગતિશીલ રાજકોટ તરીકે આગળ વધી રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ૧૧ર૦ કુટુંબોને આવાસ ફાળવેલ છે. અને આ આવાસના લાભાર્થીઓ ઉતરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૭૦ એમ.એલ.ડી. નો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવેલ છે. ત્યારે રાજય સરકાર ડ્રેનેજના પાણીનો રી-યુઝ અને રી-સાયકલ થાય તે માટેની કાર્યવાહી વિશેષતા જણાવેલ છે.
રાજય પાણીની સમસ્યા ન રહે તે માટે સતત પ્રયત્નશીલ છે ગત ધોમધખતા ઉનાળામાં જનતાના યોગદાન દ્વારા રાજયોના અનેક તળાવો સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. જેના કારણે ૧૧ હજાર લાખ લીટર જળસંગ્રહ શકિતમાં વધારો થયો છે.દરિયાના પાણીને મીઠા કરવાની યોજના પણ હાથ ધરવામાં આવેલ છે.ઉપરાંત રાજય સરકાર હર હાથ કો કામ, હર ખેત કો પાની એ સુત્રને પણ સાકાર કરવા આગળ ધપી રહી છે. એપ્રેન્ટીસ યોજના દ્વારા વધુને વધુ યુવાનોને રોજગારી મળે તે માટે કામ કરી ૧લી મે થી અત્યાર સુધીમાં રર૦૦૦ યુવાનોને એપ્રેન્ટીસ યોજનામાં જોડવામાં આવેલ છે ગુજરાત સરકાર લોકોની વેદનાને ઘ્યાનમાં રાખી કામ કરી રહેલ છે તેમ અંતમાં વિજયભાઇ પાણીએ જણાવેલ હતું.
આ અવસરે મેયર બીનાબેન આચાર્યએ જણાવેલ કે રાજકોટ માટે યાદગાર દિવસ રહેશે. આજરોજ શહેરને સ્માર્ટ સીટી તરફ લઇ જવા સ્માર્ટ સીટી સમીટનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રૂ ૧૭૬ કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યા. ૧૩૦૦ જેટલી બહેનોને ઉજજવલા યોજના હેઠળ ગેસના કનેકશન આપવાની કાર્યવાહી તેમજ મહિલા સ્વીમીંગ પુલનું લોકાર્પણ અને ૧૧ર૦ જરુરીયાત મંદ પરિવારોને આવાસની ફાળવણી કરવામા આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા પ્રધાનમંત્રીના આ સપનાને સાકાર કરવા અત્યાર સુધીમાં ૧૩૦૦૦ થી વધુ આવાસો બનાવી ફાળવવામાં આવેલ છે. રાજકોટને પીવાનું પાણી પુરુ પાડતા જળાશયોમાં પાણી નહોતું ત્યારે મુખ્યમંત્રીએ સૌની યોજના મારફત આજી ડેમ-૧ નર્મદાના પાણીથી ભરઉનાળે ભરી પાણી કાપને કાયમી ધોરણે તિલાંજલી આપેલ છે. રાજય સરકાર રાજકોટમાં મલ્ટીપર્પસ સ્પોર્ટસ સંકુલ અને હોસ્ટેલ પણ બનાવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા , રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળ , માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ શહેર પોલીસ વિભાગના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉજજવલા યોજના-ર હેઠળ રાજકોટની બહેનોને ગેસ કનેકશન અર્પણ વિધી કાર્યક્રમ કરવામાં આવેલ છે. તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓને ટોકન સ્વરુપે ચાવી તથા એપ્રેન્ટીસને નિમણુંક પત્ર અર્પણ કરવામાં આવેલ છે.
મુખ્યમંત્રીના હસ્તે થયેલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ ૭૬ કરોડના ખર્ચે ઇડબલ્યુડી ૧૧૨૦ આવાસોનું, રૂ ૨.૦૮ કરોડના ખર્ચે મહિલા સ્વીમીંગ પુલ, રૂ ૨.૬૬ કરોડના ખર્ચે પી.એન્ડ ડી શેઠ હાઇસ્કુલના નવા બિલ્ડીંગ, રૂ ૪૩.૨૪ કરોડના ખર્ચે ગૌરીદડ ખાતે સુએજ ટ્રીટમીન્ટ પ્લાન્ટ, રૂ ૧૨.૧૮ કરોડના ખર્ચે વોર્ડ નં.૧૮ માં જુદી જુદી ૩ જગ્યાએ ઇએસઆર , જીએસઆરનું, રૂ ૨.૭૧ જુદા જુદા વિસ્તારોમાં બગીચાઓ
રાજકોટ શહેરી વિકાન સત્તા મંડળ રૂ ૧.૭૮૧૧ કરોડના ખર્ચે કાલાવડ ગોંડલ રોડને જોડતા રીંગ રોડ-ર ઉપર પારડી ગામ મુકામે હાઇલેવલ બ્રીજનું, રૂ ૨.૬૦૧૧ કરોડના ખર્ચે ટી.પી. સ્કીમ નં. ર૦ +૨૧ (મુંજકા) માં રીંગ રોડ- રથી અવધ રોડને જોડતા ૧૮ થ ર૪ મી. ના મેટલીંગ રોડનું, રૂ ૫.૨૯૦૮ કરોડના ખર્ચે રાજકોટ કાલાવાડ (એસએચ-૨૩) રોડમાં સત્તામંડળ હસ્તકના ૩.૧૨૦ કી.મી લંબાઇનું ૬ લેન માં વિસ્તૃતિકરણ કામનું, રૂ ૨.૧૮૭૮ કરોડના ખર્ચે ખરેડીથી મઘરવાડા અને ગુંદા વિલેજને જોડતા મેટલીંગના રસ્તા પર ડામર કામ કરવાના કામનું, માર્ગ અને મકાન વિભાગ રૂ ૮.૯૮૮૨ કરોડના ખર્ચે ગવમેન્ટ એન્જી. કોલેજ ખાતે સીવીલ બ્લોકનું, રૂ ૫.૭૮૬૧ કરોડના ખર્ચે સરકારી ઇજનેરી કોલેજ, એનેક્ષી બિલ્ડીંગના કામનું, રૂ ૬.૦૨૩૬ કરોડના ખર્ચે યુનિવર્સિટી રોડ પરની રાજકોટ ડીસેબલ આઇ.ટી.આઇ. ના કામનું તેમજ
રાજકોટ શહેર પોલીસ વિભાગ રૂ ૨.૩૩૭૯ રાજકોટ શહેરના કુવાડવા ખાતે પોલીસ સ્ટેશનનુંતથા રૂ ૨.૧૩૬૩ કરોડના ખર્ચે રાજકોટ શહેર ખાતે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્મક્રમના પ્રારંભે મુખ્યમંત્રી સહીતના મહાનુભાવોએ દીપ પ્રગટય કરેલ જયારે મ્યુનિ. કમિશનરે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કોર્પોરેશનના વિવિધ પ્રોજેકટની માહીતી આપેલ. મહાનગરપાલિકાના પદાધિકારી દ્વારા મુખ્યમંત્રીનું ફુલહાર થી સ્વાગત કરવામાં આવેલ. તેમજ હાઉસીંગ કમીટી ચેરમેન જયાબેન ડાંગર, બાંધકામ કમીટી ચેરમેન મનીષભાઇ રાડીયા, વોટર વર્કસ કમીટી ચેરમેન બાબુભાઇ આહીર, સમાજ કલ્યાણ કમીટી ચેરમેન આશીષભાઇ વાગડીયા, ડે્રેનેજ કમીટી ચેરમેન જયોત્સાબેન ટીલાળા દ્વારા મહાનુભાવોનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે આભારદર્શન સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડએ કરી હતી.