અભણ માવતરને ત્યાં જન્મ, જ્યાં કોઈ જ ભણેલું નહિ એવા ગામમાં નિવાસ, અને થોડું ભાંગ્યું તૂટયું ભણતર છતાં દુલાભાઈ’ પદ્મશ્રી જેવી ભારતકક્ષાની શ્રેષ્ઠ વ્યક્તિ બન્યા. કશી તાલીમ વિના હજારો લાખો લોકોને પોતાની કાવ્યશકિત, કે’ણી અને સાગર શા ધીરગંભીર ગળાથી મુગ્ધ કરી શક્યા, હજારો લોકો પર પોતાના વ્યક્તિત્વની છાપ ઉપસાવી અને એથીય વધુ લોકોને જીવનના સુપંથે વાળી શક્યા. એ બધાને શું નાનું કાર્ય માની શકીશું?

દુલા ભાયા કાગ અથવા કાગબાપુ (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા, તેમનો જન્મ મહુવાના નજીકના સોડવદરી ગામે થયો હતો.

Screenshot 3 21

સ્વ. મેધાણીજીએ લખ્યું છે : “મારી નજરે દુલાભાઈની ખરી કવિતા એમના જીવનપંથમાં પડી છે.” એ આદર્શ અને ઉપાસનારત જીવનપંથ અને એ પંથે પ્રવાસ કરતા ટપકેલ કાવ્યમધુ અંગે પ્રસંગોપાત એમણે પોતે પોતાની જ કલમથી લખ્યું છે.

આવતીકાલે જ્યારે દુલા ભાયા ‘કાગ’ની પુણ્યતિથિ છે ( અવસાન – 22-2-1977) ત્યારે દુલા ભાયા કાગ !તમે કેમ યાદ ના આવો ?
ગુજરાતનું ગૌરવ છો ! કવિ કાગ તો ગુજરાતના પ્રાણ, દુલા કાગ એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્વએમનો ચારણીછાંટવાળો શબ્દદેહ,ભજન, પ્રાર્થના, દુહા જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.