- વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે મળશે નિ:શુલ્ક ટિફિન સેવા
- દૈનિક સવાર સાંજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને 1 પરિજન માટે ટિફિન પહોંચાડશે
સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે નિશુલ્ક ટિફિન સેવાનો શુભારંભ થયો છે . સોમનાથ ટ્રસ્ટે આરોગ્ય અને માનવતાના ક્ષેત્રે એક અનુકરણીય પગલું ભરીને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે દૈનિક નિશુલ્ક ટિફિન સેવાના પ્રારંભની જાહેરાત કરી છે. આ સેવા સોમનાથ ટ્રસ્ટના “દુઃખિયા ના નાથ સોમનાથ” સૂત્રને અનુસરીને શરૂ કરવામાં આવી છે. જે ટ્રસ્ટના સેવાકાર્યોના વિસ્તૃત શ્રેણીમાં ઉમેરો કરે છે. ધાર્મિક સંસ્થાના સામાજિક યોગદાનને નવી સંકલ્પના પૂરી પાડી છે. આ સેવાનું ઉદ્ઘાટન વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટના માન. ટ્રસ્ટી જે.ડી. પરમાર, જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને દર્દીઓ અને તેમના પરિજનોને ભોજન વિતરણ કરી સેવાનો પ્રારંભ કરાયો હતો
આ અંગે મળતી માહિતી અનુસાર, સોમનાથ ટ્રસ્ટે આરોગ્ય અને માનવતાના ક્ષેત્રે એક અનુકરણીય પગલું ભરીને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે દૈનિક નિશુલ્ક ટિફિન સેવાના પ્રારંભની જાહેરાત કરી છે. આ સેવા સોમનાથ ટ્રસ્ટના “દુઃખિયા ના નાથ સોમનાથ” સૂત્રને અનુસરીને શરૂ કરવામાં આવી છે, જે ટ્રસ્ટના સેવાકાર્યોના વિસ્તૃત શ્રેણીમાં ઉમેરો કરે છે. ધાર્મિક સંસ્થાના સામાજિક યોગદાનને નવી સંકલ્પના પૂરી પાડી છે.
આ સેવાનું ઉદ્ઘાટન વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટના માન. ટ્રસ્ટી જે.ડી. પરમાર, જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને દર્દીઓ અને તેમના પરિજનોને ભોજન વિતરણ કરી સેવાનો પ્રારંભ કરાયો હતો.
સેવાનું આયોજન અને કાર્યપ્રણાલી:
સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક દિવસે અગાઉથી વેરાવળ સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સંકલન કરવામાં આવશે અને આ સેવા હેઠળ દર્દીઓ અને 1 પરિજન માટે બપોરે અને સાંજે ટ્રસ્ટના ભોજન પ્રસાદ ગૃહમાં તૈયાર કરાયેલ તાજુ અને પૌષ્ટિક ભોજન ભોજન લીક-પ્રૂફ કન્ટેનરમાં પેક કરીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે.
નિર્મિત સેવા માળખું:
સોમનાથના ભોજન અને પ્રસાદ નિર્માણના માનકો અને તેમની ઉચ્ચ ગુણવત્તા જગ પ્રસિદ્ધ છે. ત્યારે વિશેષ રૂપે દર્દીઓ માટે બનનાર ભોજન કેન્દ્રમાં શ્રેષ્ઠ હાઇજિનિક સ્ટાન્ડર્ડ્સ અપનાવવામાં આવે છે. દર્દીઓ સુધી ગરમ તાજું ભોજન સમયસર પહોંચે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
સોમનાથ ટ્રસ્ટના મૂલ્યો અને જનસેવામાં યોગદાન:
સોમનાથ ટ્રસ્ટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અનેકવિધ માનવતાવાદી કાર્યક્રમો આદર્યા છે. તેમાં પણ મુખ્યત્વે દર્દી અને દરિદ્ર નારાયણની સેવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 5000 થી વધુ દિવ્યાંગજનો માટે કુત્રિમ અંગ વિતરણ કરાયું છે. કોવિડ-19 મહામારી દરમિયાન ટ્રસ્ટ દ્વારા આરોગ્ય કેન્દ્રમાં ઑક્સિજન પ્લાન્ટ દાન અપાયો છે. ટ્રસ્ટના પ્રીમિયમ લીલાવતી ગેસ્ટ હાઉસને મહિનાઓ સુધી ક્વોરન્ટાઇન સેન્ટર તરીકે પરિચલિત કરવાનું કાર્ય સહર્ષ કરાયું હતું.
આ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ અને આર્થિક રીતે વંચિત વર્ગના ઉત્થાન માટેના ટ્રસ્ટના પ્રકલ્પો જન જીવનના ઉત્કર્ષ માટે માનવતાની સુવાસ મહેકાવી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટના પ્રયાસો સમાજની માનવતાવાદી સેવાઓ માટે પ્રેરણારૂપ છે. આ નવી સેવા આ વિસ્તારમાં દર્દીઓને મળતી સહાયમાં અભૂતપૂર્વ ફાળો આપશે
રિપોર્ટર: અતુલ કૉટૅચા