સાવરકુંડલાના જીરા ગામ પાસેથી અમરેલી પોલીસે ચાર બંદુક, છરા અને ચોરાઉ મુદામાલ સાથે સાત શખ્સોને ઝડપી લીધા

સાવરકુંડલાના જીરા ગામેથી ચોકકસ બાતમીના આધારે ચોરીઓ કરતી ગેંગના સક્રીય શખ્સો સતાર ઉર્ફે સંતારિયો કાળુભાઇ મોરી, અલી ઉર્ફે અલીયો ઇબ્રાહીમભાઇ લાડક, રસુલ ઉર્ફે અચુલીયો સલીમભાઇ લાડક, સિારાજ દીનમહમદ મોરી, હારુન ઉર્ફે હરકો ભીખુશા રફાઇ, હુસેન ઉર્ફે ગુડીલો શેરખાન લાડક અને રઘુ બળવંતભાઇ ચૌહાણની ડફેર ગેંગને ગેર કાયદેસર હથિયારો સાથે પકડી પાડી તેઓની પુછતાછમાં ચોરીમાં ગયેલા વાહનો મોટર સાયકલ નં.૧૪, ફોર વ્હીલ નં.૪, રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના, ટીવી વુફર, સ્પીકર, ડીશ ટીવી સેટટોપ બોકસ, દેશી બનાવટની જામગરી બંદુક નંગ ૪ તથા ગોળીઓ અને છરા નંગ ૧રર દારુ ગોળો, મોબાઇલ નં.૯, સોલાર બેટરી, ચોરી માટે ઉપયોગમાં લેવાયેલ હથોડી, પકકડ વિગેરે જારો મળી કુલ ‚ા ૯,૫૭,૫૫૫/- ની મતા સાથે ઉપરોકત સાતેય શખ્સોની ધરપકડ કરી હતી.

છેલ્લા ત્રણ વરસથી આ ડફેર ગેંગે તસ્કરીમાં આતંક મચાવ્યો હતો. જેને પોલીસે જબ્બે કરી આગવી ઢબે પુછતાછ કરતા તેઓએ ૧૦૦ થી વધુ તસ્કરી કરી હોવાની કબુલાત આપી હતી.

ખાંભા પોલીસ મથકના ચોરીના ૩ ગુન્હા, ભેંસાણ માણાવદર, ગીર ગઢડાના બે ગુનાઓ, વડીયા રાજકોટ શહેર આજી ડેમ, ડુંગર, મહુવા,  ઢસા, જુનાગઢ, બગસરા,  રાજુલા, બાબરાના બે, ધારી ભેંસાણ, સાવરકુંડલાના ગૂન્હાનો ભેદ ઉકેલાયો છે.સાતેય આરોપીઓ જુદા જુદા શહેરોમાં જઇ રેકી કરી બંધ મકાનો, દુકાનો, શો રુમમી રેકી કરી આ પૈકી બંધ મકાન, દુકાનોમાં મઘ્ય  રાત્રિ દરમ્યાન તાળા તોડી રોકડ રકમ તથા કિંમતી સોના-ચાંદીના દાગીના અને નવા વાહનની ચોરી કરતા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.