આ વષેઁ ચોમાસાની સીઝન શરુ થવા છતા પણ ઝાલાવાડની ધરતી પર નહિવત વરસાદ થયો હોવાના લીધે સમગ્ર પંથકમા પાણીની પોકાર ઉઠવા પામી છે તેવામા કેનાલોમા પણ પાણીની આવક ઓછી હોવાના લીધે લોકોને પાણી માટે વ્યથા કરવી પડે છે.
ત્યારે ધ્રાગધ્રા શહેરના વોડઁ નંબર ૫ મા છેલ્લા કેટલાક વષોઁથી પાણીની ટાંકી તો બની છે પરંતુ આ ટાંકી શોભાના ગાંઠીયા સમાન છે વષોઁથી બનાવીને મુકેલી આ હજારો લીટર પાણીની ટાંકીમા એક ટીંપુય પાણી હોતુ નથી જેના લીધે વોડઁ નંબર ૫ના રહિશોને પાણી માટે વલખા મારવા પડે છે વળી ધ્રાગધ્રાનો વોડઁ નંબર ૫મા પછાત વગઁના રહિશો હોવાને લીધે તમામ પરીવારના સદશ્યો મજુરી કામ કરી પોતાનુ ગુજરિન ચલાવે છે
ત્યારે ઘરનો કોઇપણ એક સદશ્ય દિવસ પડે અને પાણીની શોધ માટે નિકળી જાય છે. આવા આધુનીક યુગમા પાણી માટે લોકોને વલખા મારવા પડે તેનાથી વધુ શરમજનક બાબત હોઇ ન શકે જેથી ધ્રાગધ્રા વોડઁ નંબર ૫ના રહિશો દ્વારા આજે નગરપાલિકાનો ઘેરાવ કરી ઉગ્ર રજુવાત કરી હતી જેમા વોડઁ નંબર ૫ના રહિશોને પુરતુ પાણી મળી રહે તેવી માંગ કરતા જ્યા સુધી પાણીના પ્રશ્ને નિકાલ નહિ થાય ત્યા સુધી રહિશાે અહિજ બેઠા રહેશે તેવી ચીમકી આપતા અંતે બાદમા તમામ મહિલાઓ સહિત રહિશોને સમજાવી મામલો ઠાળે પાડ્યો હતો જ્યારે આ બાબતે હસુભાઇ સોલંકી દ્વારા જણાવાયુ હતુ કે અગામી સમયમા તેઓને તથા આ વોડઁના રહિશોને પાણીનો પ્રશ્ન ઉભો રહેશે તો વોડઁના તમામ રહિશો આંદોલનનો રસ્તો અપનાવશે.