રાજય સરકારના પાંચ લાખના ટારગેટ સામે હજુ સુધી ૪૭,૨૧૭ ખેડુતો નોંધાયા
વડાપ્ર્રધાન નરેન્દ્ર મોદીની ખેડુતોને આવક બમણી કરવાની મહત્વકાંક્ષી યોજના વડાપ્રધાન કિશાન સન્માન યોજના કેટલી મર્યાદીત કારણે ગુજરાતના તમામ ખેડુતોને આ યોજનામાં સામેલ કરવાના લક્ષ્ય સાથે સુસંગત થતી નથી. લાભાર્થીઓની પસંદગી માટે ઘણા અવરોધ હોવાનું સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે.
વરિષ્ઠ અધિકારીએ આ યોજનાની મુશ્કેલીઓનો ચિતાર આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ૫૩ લાખ જેટલા નોંધાયેલા ખાતેદાર ખેડુતોમાંથી માત્ર ૪૭૨૭ ખેડુતો વડાપ્રધાન કિશાન સન્માન યોજનામાં ૧૮ થી ૪૦ વર્ષ વયની મર્યાદાને કારણે નોંધાયો છે.અન્ય મોટા અવરોધ પરિબળમાં આ યોજના માટે અયોગ્ય લેખાયેલા સાંસદો, ધારાસભ્યો જીલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો આવક વરા ભરનારાઓ વગેરે જેવો અનેક મર્યાદાઓના કારણે અનેક ખેડુતો આ યોજનામાંથી બાકાત રહે છે.
અધિકારીએ જણાવ્યું હતું કે કિશાન માન ધન યોજનામાં ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અંગે કોઇ અલાયદી વ્યવસ્થા ન હોવાથી તેમના સુધી પહોચવું મુશ્કેલ છે. રાજય સરકારે એલ.આઇ.સી. ઓફ ઇન્ડીયા અને જાહેર સેવા કેન્દ્રનું જાજાગૃતિ અભિયાનથી આ યોજનામાં ખેડુતો જોડાય તે માટે અપીલ કરી છે મોટાભાગના ખેડુતો વિમો લેતા નથી તેથી ખેડુતોની વિગતો મળતી નથી. રાજય સરકારે ગમે તેમ કરીને પાંચ લાખ લાભાર્થીઓને જોડવાનું લક્ષ્ય રાખ્યું છે.
નાના અને સીમાંત ખેડુતો અને ૧૮ થી ૪૦ વર્ષની વય માટે રાષ્ટ્રીય યોજના મુજબ આગામી ત્રણ વર્ષ માટે સરકારે ૧૦,૭૭૪ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ખેડુતોને માસિક પેન્શન અને કિશાન સન્માન નિધિ માટે પૈસા ફાળાવ્યા છે. ખેડુતોને આ યોજના માટે પોતાની વયના આધારે માસિક રૂા પપ થી ર૦૦ નું નિવૃતિની વય સુધી પ્રિમીયમ ભરવાથી કેન્દ્ર સરકાર ના સપ્રમાણ સહયોગથી ખેડુતોને પેન્શન આપવાનું આયોજન છે જે ખેડુતો બે હેકટર જમીન ધરાવતા હોય તે વડાપ્રધાન કિશાન સન્માન યોજનાના હકકદાર છે.
આવા ખેડુતોના આધાર કાર્ડ બેન્ક પાસ બુક, ખાતાની વિગતો ગ્રામ્ય કક્ષાની પ્રાથમીક સુવિધા કેન્દ્રની વિગતો ઓનલાઇન ભરવાથી આ યોજનાનો લાભ મળી શકે છે.
ખેડુતોને આ યોજનાનો લાભ વધુને વધુ મળી રહે તે માટે ભારતીય જીવન વિમા નિગમ આ યોજનની વ્યવસ્થાપનમાં જોડાઇ છે. ગુજરાતમાં ૫૩ લાખ નોંધાયેલા ખાતેદાર ખેડુતો છે.પરંતુ કિશાન સન્માન યોજનામાં ૧૮ થી ૪૦ વર્ષ વય મર્યાદા આવકવેરા ભરતા હોય તેવા ખેડુતોની બાદ બાકી સાંસદો, ધારાસભ્યો અને જીલ્લા તાલુકા પંચાયતના સભ્યો બાદબાકીના કારણે આ યોજના નો લાભ લેનારાઓની સંખ્યા અને વર્ગ ખુબ જ મર્યાદીત બની ગયો હોવાથી ગુજરાતમાંથી માત્ર ૪૭,૨૧૭ ખેડુતોની નોંધણી થઇ છે. સરકાર આ આંડકો પ લાખ સુધી લઇ જવા વિચારી રહી છે