ઘણીવાર તમારી સાથે એવું બન્યું હશે કે ઘણા સમય સુધી એક જ પોજિશન માં બેસિ રહેવાથી અથવાતો સુવા થી આપણાં હાથ માં એક જુન જૂની એટલે કે ખાલી ચડી જતી હોય છે. આ સમયે આપણને એવી ફિલિંગ આવે છે કે જાણે આપણાં હાથ કે પગ હોયજ નઇ. થોડા સમય હાથ કે પગ ને હલાવી તો તે સરખા થાય છે.
એકજ પોજિશનમાં ઘણા સમય સુધી રહેવાથી અમુક નસો દબાય જતી હોય છે. જેના કારણે હાથ કે પગમાં પૂરતી માત્રા માં ઑક્સીજન મળી શકતો નથી. ઓક્સિજનની કમિથી શરીર આ ભાગ બચાવની મુદ્રામાં આવી જાય છે. આથી આ સમયે હાથ કે પગ માં ખાલી ચડી જાય છે તે સમયે આપણે કોઈ મુમેંટ કરી શકતા નથી. ઘણા લોકો એવું માને છે કે આવું લોહી ની કમી ના લીધે થાય છે પરંતુ આ પૂરી રીતે સાચું નથી. આવું ઘણા જ ઓછા કેસ માં થાય છે.
હાથ કે પગમાં જો વધુ ખાલી ચડી જાતિ હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.જો તમને વધુ ખાલી ચડી જતી હોય તેની પછાડ અમુક મુખ્ય કારણ હોય શકે છે.
1)- ગરદન કે પીઠ ની કોઈ નસ દબાતી હોયતો.-
ગરદન થી લઈ હાથ અથવા પીઠ થી લઈ પગ સુધી જો ખાલી ચડી જાતિ હોય તો તે કોઈ ખોટી પોજિશનમાં બેસી રહેવાને કારણે નસ ડબતી હોય છે. ડિજિટલ ઠેરેપિ અને દવાઓ થી આનો ઈલાજ કરી શકાય છે.
2)- વિટામિન ની કમી-
જો તમને બંને હાથ માં ખાલી ચડી જાતિ હોયતો તમારા માં વિટામિન B12 ની કમી હોય શકે છે. તમને જો વધુ થાક લાગતો હોય તો તમને એનીમિયા હોય શકે છે.
3)- કાર્પલ અને સિન્ડ્રોમ-
તમે જો આખો દિવસ કોમ્પુટર સ્ક્રીન ની સામે બેસી રહેતા હો અથવાતો બેઠા બેઠા ટાઈપિંગ કરતાં હોય તો આંગળી ના રિપીટ મોશનને લઈ નસ દબાવા ના કારણે હાથ માં ખાલી ચડી જતી હોય છે. આ માટે તમારા શેડ્યુયલ માં ફેરફાર કરવાની જરૂર છે.
4)- ડાયાબિટીસ-
તમારું શુગર લેવલ વધુ હોય તો તમને હાથ અને પગમાં ઝનઝનાહટ અનુભવાય છે તમે જો વધુ જ પ્રમાણ માં ભૂખ કે તરસ લગતી હોય કે વધુવાર વોશરૂમ જવાની જરૂર પડતી હોય તો તમારે તમારું ગ્લુકોઝ લેવલ ચેક કરવાની જરૂર છે. દવાઓ અને ખાવા-પીવાની વસ્તુ પર નિયંત્રિત કંટ્રોલમાં લાવી શકાય છે.
5)- મલ્ટિપલ સ્કલેરોસિસ-
તમને જો કમજોરી મહેસુસ થતી હોય અથવા તો વધુ ખાલી ચડી જાતી હોય સાથેજ બધી વસ્તુ ડબલ દેખાતી હોય તો તમને મલ્ટિપલ સ્ક્લેરોસિસ હોય શકે છે. MRI થી આ બીમારી ને જાણી શકાય છે. અને તેનો ઈલાજ પણ કરી શકાય છે