ગામના સરપંચથી લઈ વડાપ્રધાન, દરેક રાજયની રાજધાનીના નામ ચાર વષૅની બાળકીને મોઢે
ચાર વર્ષની ઉંમરેતો ઘણા બાળકો કાકલુતી ભાષા બોલતા હોય છે પણ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામની બાળાના સામાન્ય જ્ઞાન ને જોઈ તમે પણ ચોકી જશો આવો મળીએ ચતુર બાળાને….
ગીર ગઢડાના ધોકડવા ગામમાં રહેતી ચાર વર્ષની એંજલ દાફડા નાનપણથી જ કોઠાસૂઝ ધરાવે છે પિતા પીજીવીસીએલમાં ફરજ બજાવે છે તથા માતા હાઉસવાઈફ છે અને સાથે જ એંજલ ને તેમની માતા સામાન્ય જ્ઞાન નો ખજાનો પૂરો પાડે છે….
ચાર વર્ષની એંજલ ને ગામના સરપંચ થી માંડી વડાપ્રધાન તથા રાજધાની ના નામ મોઢે છે ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામની આ ચાર વર્ષની એન્જલ બાલમંદિરમાં અભ્યાસ કરે છે ધોકડવા ગામના સ્વામિનારાયણ સ્કૂલ ના પ્રિન્સિપાલ જણાવ્યું કે આ એન્જલ નામની બાળાએ અમારા ગામનું ગૌરવ વધાર્યું છે બહોળી સંખ્યામાં એંજલ ના જ્ઞાનની પ્રશંસા થઈ રહી છે અને આગળ જતા ઘણા બાળકોને પ્રેરણારૂપી દાખલો બની રહે છે કે આટલું નાનકડું બાળક ધારે તો કંઈક કરી શકે છે
“કહે છે ને કે ઈશ્વર જેને આપે છે તેને અઢળક આપે છે” આ એક એવો જ કિસ્સો છે કે જે એંજલ ને ગોડ ગિફ્ટ મળી છે કે તેને બધું સહેલાઈથી યાદ રહી જાય છે.