કાચામાલના ભાવમાં અચાનક વધારો થતા અગાઉથી ઓછા ભાવે લીધેલા નિકાસના ઓર્ડરો ઉદ્યોગકારોએ ૩૦ ટકા જેવી ખોટ ખાઈને પણ પૂરા કરવા પડી રહ્યા છે
રીએકટીવ રંગો અને તેને લગતી બીજી વસ્તુઓનાં કાચા માલના ભાવો ટુંકાગાળામાં લગભગ બમણા થઈ ગયા છે. જેથી, ગુજરાતના મોટાભાગના ડાયસ્ટફ ઉત્પાદકો નુકશાની તરફ વળી રહ્યા છે. ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેકચરર્સ એસોસીએશનના જણાવ્યા અનુસાર રીએકટીવ રંગો અને તેને લગતી બીજી વસ્તુઓનાં માટેના ઉત્પાદન ખર્ચમાં ૧.૫ ગણો વધારો થયો છે. જે અંગે ઉદ્યોગપતિઓના જણાવ્યા અનુસાર રંગ અને બીજી વસ્તુઓનાં ભાવમાં આશરે ૨૦ ટકા જેટલો વધારો થયો છે. જેની અસર અગાઉથી લીધેલા ઓર્ડરો પર પડી છે. આ ભાવ વધારાના કારણે આ ઉદ્યોગને એક માસની અંદર આવકના ૩૦ ટકા જેવું નુકશાન થવા પામ્યું છે.
જીડીએમએના અધ્યક્ષ યોગેશ પરીખના જણાવ્યા અનુસાર મેકપ્ટોડાકેનોનીક એસીડ ડાયનાનો સ્ટેબ્લન ડિસફોલોનિક એસિડ અને મેટા ફેનિલીન ડાયાયન જસલ્ફોનિક એસિડ જેવા કાચા માલના ઉપયોગ ટેક્ષટાઈલ પ્રોસેસ એકમો દ્વારા કરીને રીએકટીવ રંગોનું ઉત્પાદન કરવામાં આવે છે. એક માસનાં સમયમાં આ રસાયણોના ભાવમાં ૫૦ થી ૧૦૦ ટકાનો વધારો થયો છે. હાલ એચ.એસીડની કિમંત ડાઈ ઉત્પાદનમાં વપરાતા રાસાયણીક રસાયણનો પ્રતિ કિલોનો ભાવ ૪૦૦ રૂથી વધીને ૫૦૦ રૂ થઈ જવા પામ્યો છે. કલોરોસબ્ફયરિક એસિડની કિંમત પણ ૧૨ રૂ.થી વધીને રૂ.૧૯ થઈ જવા પામી છે.
અમારા નિકાસના ઓર્ડર સામાન્ય રીતે બે માસ અગાઉથી બુક કરવામાં આવતા હોય છે. કાચા માલના ભાવમાં આવા મોટા પ્રમાણમાં વધારો થતો નથી પરંતુ આ વધારાના કારણે ડાયઝનો ઉત્પાદન ખર્ચમાં ૧૫ ટકા જેવો વધારો થયો છે. અમોએ અગાઉથી ઓછા ભાવે ઓર્ડર લઈ લીધા હોય અમારે ખોટ ખાઈને પણ નિકાસ કરવી પડી રહી છે. તેમ પરીખે જણાવીને ઉમેર્યું હતુ કે ગુજરાતમાં દેશના કુલ રીએકટીવ રંગોમાંથી ૬૦ ટકાથી વધારેનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. કાચા મટીરીયલમાં થયેલો ભાવવધારો પૂર્વ ચીનમાં આવેલા ઔદ્યોગિક પ્લાન્ટમાં વિસ્ફોટ થવાથી આ પ્લાટો બંધ થઈ જવાથી આવી પડયો છે. જેથી અમારે નુકશશની ખાયને પણ નિકાસ કરવી પડી રહી છે.