એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૪૨૮૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું
સૌરાષ્ટ્રના દરિયા કાંઠે તિવ્ર પવનો ફુંકાતા રાજયને વીજ ઉત્પાદનમાં ફાયદો થયો છે. તીવ્ર પવનોના કારણે વીજ ઉત્પાદન ૨,૨૮૦ મેગા વોટના રેકોર્ડ સ્તરે પહોચ્યું છે.
વીજ ઉત્પાદનમાં વધારો થવાના કારણે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. (જીયુવીએનએલ) ને ઓપન માર્કેટમાંની વિજળી ખરીદવામાં મહદ અંશે રાહત મળી છે. પવન ઉર્જામાં વધારો થવાથી ગ્રાહકોને પણ ફાયદો થશે, ઇન્ડિયન એનજી એકસચેન્જ (આઇઇએકસ) પાસેથી ઓછા પ્રમાણમાં વીજળી ખરીદવી પડશે.
અહીં ઉલ્લેખનીય કે, સામાન્ય વીજળી રૂ ૪.૨૫ થી ૪.૭૦ ના ભાવે ખરીદી થાય છે જયાર પવન ઉજા યુનિટ દીઠ રૂ ૩.૭૬ માં પડે છે. કરારબઘ્ધ પાવર કંપનીઓએ વીજ આપવા મામલે હાથ ઉંચા કરતા જીયુવીએનએલ ઓપન માર્કેટમાંથી વીજળી ખરીદવા મજબુર થયું છે. અત્યાર સુધીમાં ૭.૨ કરોડ યુનિટ વીજળીની ખરીદી થઇ ચુકી છે.
સૌરાષ્ટ્રને વિશાળ દરિયા કાંઠે મળતો હોવાથી માછીમારી તેમજ ઉઘોગોનો ફાયદો થાય છે જો કે હવે પવન ઉર્જા ક્ષેત્રે પણ લાભ મળવા લાગ્યો છે. ગત શુક્રવારે એક જ દિવસમાં ૪.૨૮૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું હતું. એવરેજ ઉર્જા ઉત્પાદન ૩પ૦૦ મેગાવોટનું છે.