આજકાલ ઉત્તર પ્રદેશમાં કાનપુરની મોટી સરકારી હોસ્પિટલમાં દાખલ એક 33 વર્ષની યુવતી ચર્ચાનો વિષય બની છે. આ યુવની હાલત જોઇને તબીબો પણ માથું ખંજવાળવા લાગ્યા છે. વાસ્તવમાં તો આ યુવતીના પગમાંથી નીકળી રહેલા લોખંડના નખ જોઇને લોકો હેરાન થઇ ગયા છે. તો બીજીતરફ મેડિકલ સાયન્સ માટે પણ આ બાબત પડકાર બની ચૂકી છે.
ફતેહપુર ખાગાના સમેરહા ગામની અનસૂયાના પગમાંથી પાંચ વર્ષથી બેથી અઢી ઇંચ લોખંડના નખ બહાર આવી રહ્યાં છે. પાંચ વર્ષથી તે ચુંબતા આ યુવતની હાલત દયનીય બની છે. પહેલા તો ક્યારેક-ક્યારેક આવું થતું હતું. ત્યાર બાદ તો સપ્તાહમાં એકાદ-બે વખત ખરેખર આવું થવા લાગ્યું હતું. તબીબો પણ એ ન સમજી શક્યા કે આખરે શું બાબત છે.
જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, અપરિણિત અનસૂયાના પિતા ખીલી નીકળવાની ઘટનાના કેટલાક દિવસો બાદ સાધુ વેશ ધારણ કરીને ઘર છોડીને ક્યાંક જતાં રહ્યાં હતા. માતા બાળપણમાં મૃત્યુ પામી હતી. આવામાં અનસૂયા એકમાત્ર ભાઇ અવધેશ અને ભાભી પ્રેમકલીની સાથે રહે છે. ઉલ્લેખનીય છે કે, આ મહિલાની ઘૂટણના નીચેનો ડાબો પગ પાક્યો હતો. ત્યાર બાદ લોખંડની એક ખીલી અસહ્ય દર્દની સાથે બહાર નીકળી હતી. જો કે, હવે તો આ મહિલા સાથે આવું થવું સામાન્ય વાત થઇ ગઇ છે.
અનસૂયાને સારવાર માટે કાનપુર મોકલવામાં આવી હતી. ડૉકટર કે. કે. પાંડેનું કહેવું છેકે, લોખંડથી ધનુર થાય છે. જો યુવતીના શરીરમાં પાંચ વર્ષથી લોખંડની ખીલી નીકળી રહી છે તો આ ઘટના કોઇ અજાયબીથી ઓછી નથી.